ના કર, ના કર, બાવરા ના કર, વાદવિવાદ ! ખેંચ ખાલ ન વાળની, ચાખ ધર્મનો સ્વાદ !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

અલ્યા એ ઈઈ…છગનિયા આ હવાર હવારના ગોંદરે ઢોલ શેના વાગી રહ્યા શે, શું અમથાના છોકરાના લગન શે કે ભગા મહારાજની કથા ચાલુ થવાની શે તું ચઈ બાજુ જાય શે ઉભો રે મુ આવું શું.. આજે તો મેં ચા પીધી નથ એટલે ભેગા બેહીને મકાનની હોટલે ચા પીસાં.આજ તો દુધવાળો આયો જ નથ ને એનો ફોન આયો તો કે મગનકાકા આજે પણ દુધનું વેલા મોડું થાશે એટલે બજારમાંથી થેલી એકાદ લાઈ દેજા.. ઈ તો આપણે વરતી લઈશું એટલે જયલાની વઉં કે બાપા બે થેલી દુધ લેતા આવો હું જેવો ઘરની બાર નેકળ્યો તેવો તને જાયો ને આ ઢોલ વાગતા હાંભળ્યા એટલે તને બુમ પાડી.
મગનકાકા હવાર હવારમાં ઓમ અચાનક બુમ પાડો શો તે ગભરાઈ જવાય શે.ઘરેથી હાથ આથ ધોઈને આવ્યા શો કે નઈ અને આ ઢોલ હાંભળીને તમે ચમ નાચતા હોય એવા લાગો શો.. ગોમમાં કોઈ અમથાના છોકરાના લગને નથી કે ભગા મારાજની કથાઓ નથ હમણાં આખા જગતમાં પેલો કોરોના વાયરસ હવાતીયાં મારી રહ્યો છે. એનાથી છુટકારો કેમ મેળવવો એ બાબતે બધા ચિંતીત શે રવિવારે તમે ના જાયું આખા દેશમાં કોઈ બાર જ ના નેકળ્યું.. હે કાકા, તમે પેલા એક વાત કરતા કે આપણા દેશમાં કોગળીયું આયું તું ને લોકો ફટોફટ મરતા ઈ શું હતું ? મગનકાકા આપણી ગ્રામ પંચાયતે ઢોલ પીટાવ્યો શે કે જરૂર વગર કયાંય જવું નહીં ભેગા ના થાઉં વારમવાર હાથ ધોવા છેક આવે તો નાકની આડો રૂમાલ કે કપડું રાખવું. આવતા સોમવાર હુધી તો નેહાળુએ બંધ શે એટલે આ સામાન્ય બિમારીનેય શરદી, સળેખમ, તાવ, માથું દુઃખે તો દાકતરને બતાવી દેવું.. હા મગનકાકા એક સાહેબ કેતા તા કે બિનજરૂરી કોઈ દવાખાનામાં પણ નથી જવાતું ત્યાં ભીડ ઓછી રાખો. હજાગ રેવામાં જ હારૂં શે.. બાકી એકદમ ગભરાવવાની જરૂર નથ હો એવું ઢોલ વગાડીને કહેશે. આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે હમણાં ચ્યાંય વિદેશમાં સભા મેળાવડા નથ કરવાના હો એટલે ગંભીર બાબત તો શે જ એમાં બધું સમજી જાજા..
છગનીયા તું બવ બોલે શે હો મેં પેલા તને કીધેલું કે મારા દાદા અમે નાના નાના હતા ત્યારે કેતા કે આપણા દેશમાં કોગળીયા નામનો રોગચાળો આયો તો ને એમાં માણસે કીડી, મકોડાની જેમ મરતા ઈ ચ્યા આયો ઈ તે એમને ય બાપડાને ખબર નોતી… અટકળે કે એવું કેતા તા આ વખતે આટલા જલદી બધા માહીતગાર નઈ થાતા હોય આજે તો થોડીવારમાં તો વાવડે ચ્યાંય પોચી જાય અને મગનકાકા તમારી વાત હાવ હાચીશે હો આ બૈરાને ઘરમાં રાંધવાનું ગમતું જ નથી. સોમને તો મોંઘવારી કે ભેળસેળ નડતો જ નથ.. બસ બાપાના પૈસે તાકડધિન્ના કરવા શે ને પછી દવાખાનામાં પૈસા ભરવાના.આવા રોગો આ બધા જ કરે શે.. આખું જગત આજે મગનકાકા કોરોનાથી ફફડી રહ્યું શે આપણા મોદી સાહેબને ગુરૂવારે ટીવીમાં ચેવા નેમાણા થઈને ભાષણ આલતા જાયા ત્યારે નોટબંધી જેવો ફફડાટ દેશના લોકોમાં જાવા મળતો હતો. સફાઈને સજાગતા રાખવામાં જ હારૂ રહેશે વગર જાયતા ચ્યાંય ભેળા ના થાવું એ ખાસ વાત કરીને હાથ ધોવાનું રાખવું આ વાત તો કોરોના વાયરસ ના હોય તો ય લોકોએ સમજવી પડશે.. ઢોરોય જ્યાં બેહે ત્યાં સાફ કરીને બહેશે ઈ તમને ખબર જ શે આપણે તો માણહ સીયે. મગનકાકા હારૂં થયું .દહમા બારમાની પરીક્ષા પુરી થઈ નઈતર બાપડા આખું વરહ ભણ્યા ઈ છોકરાંનું શું થાત ? કોલેજીયાં કકળાટ કરી રહ્યાં શે કે હવે શું થાશે ?
અલ્યા છગનીયા આ જગતમાં ફેલાયેલી મહામારી શે આપણા દેશના વડાપ્રધાન કે એમાં કંઈક તો હશે નઈતર આવડું મોટું ના હોય ગભરાયા વગર બધાએ જાગૃત બની સાફસફાઈ રાખીએ. સભા મેળાવડાની ઉજાણી, સમારોહ બધું થોડા દિવસ બંધ રાખીને સાજા નવરાં રહીએ. અત્યારે કોઈ બીજી જ વાત નહીં. આપણે વગર જાઈતા બહાર ના જઈએ હવે હમણાં ઘરમાં જ રેજે હો.. ફોન કરજે.. હોકે.. એ આવજા મગનકાકા.. તમારા જેવા એ તો હમણાં બહાર નઈ નેકળવાનું હો.. અલ્યા શું બોલ્યો.. છગનીયા એ કાકા કય નઈ આવજા.. હોંકે…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.