નામ ભલે કોઈપણ રહે, સુધરી જાય વ્યવહાર ! વેર છોડી મૈત્રી કરીએ, દ્વેષ છોડીને પ્યાર !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

હે ભારત માતા ધન્ય તારા ચમત્કારને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનને ચોંકાવનારી કબુલાત કરી કે અફઘાનિસ્તા કે કાશ્મીરના કેટલાક ભાગોમાં તાલીમ મેળવેલા અને લડેલા ૪૦,૦૦૦ આતંકીઓ પાકિસ્તાનમાં છે. ગુજરાતમાં તકેદારી આયોગમાં ભ્રષ્ટાચારની છેલ્લા પાંચ વર્ષમાં ૪૦,૦૦૦ થી વધુ અરજીઓ મળી. ગુજરાતમાં જન્મતાં દરેક નવા બાળકને માથે ૪૦,૦૦૦ નું દેવું તો પવિત્ર યાત્રાધામ શ્રાદ્ધ-આસ્થાના આપણા બનાસકાંઠામાં બિરાજમાન માં અંબાના ધામ અંબાજી મંદીરના માર્બલ ફલોરીંગની નબળી કામગીરી ૪૦,૦૦૦૦૦નું બીલ અટકાવાયું છે. તમે પણ આ ચાર વાત વાંચીને અહીં અટકયા હશો કે હે ભારત માતા કહીને શરૂ થયેલી ચિંતન રત્નકણીકા અહીં કયાં આગળ વધીને ચાલીસના ચાર કુંડાળામાં અટકી. આતંકવાદ, ભ્રષ્ટાચાર, ભેળસેળ, સંગ્રાહખોરી, સટ્ટાખોરી નામના પાંચ રાક્ષસો ભારત માતાની આન, બાન, શાન માટે કલંકરૂપ છે. આતંકવાદ વિરૂદ્ધ બીલ પાસ કરવામાં ભારત સરકાર એટલે આપણા બાહોશ ખમતીધર નેતાઓ સફળ થઈ જશે પણ ભેળસેળ, ભ્રષ્ટાચાર, સંગ્રાહખોરી સટ્ટાખોરી સામે કડક બીલ પાસ કરો ખબર પડે આજે કંપનીઓ ભેળસેળની મોટી ખાઈ બની ગઈ છે ને તેથી તેમના ઉત્પાદકો, વિક્રેતાઓને વર્ષમાં બે ત્રણ વાર હવાઈ મુસાફરીને બીજા ઘણા લાભો આપે છે. વિક્રેતાઓ પણ ખુશ છે ને સરકારી બાબુઓ તો શા માટે ખુશ ના હોય. જ્યાં હાથ નાખે ત્યાં ‘લક્ષ્મી’ જ લક્ષ્મી. આપણા નેતાઓ અને અધિકારીઓની આવક કે સંપત્તિની નોધ કોણ લે ? હમણાં ચંદ્રયાન-ર ની ઉડાન ટાણે જ કોમેન્ટ આવી હતી કે ચંદ્રયાને ભારતની ભૂમિની તસવીર મોકલીને તેમાં આ પ્લોટ ‘વજુભાઈવાળા’ને ?ખરેખર એક વાત કહું આ વોટસઅપને સોશીયલ મીડીયા લોકોના ટેરવેને હૃદય સુધી જે સ્થાન જમાવ્યું છે તેનાથી જે ‘ઉભરા’ બહાર આવે છે તે હરીચંદ્ર સત્યવાદી જેવા જ હોય છે. પણ તેની તપાસ કર્તા ‘હરીચંદ્ર’ બનતા નથી. હમણાં જ એક ગુજરાતમાં અધિકારીએ ૧પ૦૦ કરોડનું રોકાણ આ સમાચાર પ્રિન્ટ મીડીયા મારફત મળે ને આપણે એકબીજા હૃદયનો ભાર હળવો કરવા ચર્ચા માટે મુકીએ. આતંકવાદ કરતાંય ભેળસેળ, ભ્રષ્ટાચાર, સંગ્રાહખોરી, સટ્ટાખોરીના દાનવોનો ત્રાસ ભયંકર વધ્યો છે. બોલે કોણ ? હું કાયમી કહું છંુ કે સાચું બોલે તેનો જમાનો નથી. અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ જુઠા બોલા શાસક નેતા તો પાકિસ્તાનના વિપક્ષો કહે છે ઈમરાન સૌથી મોટા જુઠા જ આપણે ભારતીયો બિચારા શું બોલે ? કારણ કે જે બોલતા છે તેમને સ્ટેજ અને સન્માન જાેઈએ છે ને ? ‘સાચું’ બોલે તો સ્ટેજ અને સન્માન તો બંધ થાય. સાથે બોલતી બત્રીસ દાંત વચ્ચે દબાઈ જાય. એટલે સમજ્યા ને ? આઝાદીના સાત દાયકા બાદ પણ સાચી લોકશાહી કયાં ? અહીં તો ખરીદાયેલા જ ખરીદે છે એટલે હવે સાચા મતદારોની જરૂર પણ નથી. લોકશાહીમાં શાસકપક્ષ જેટલો જ વિરોધ પક્ષ મજબુત હોય તો પ્રજા, વિસ્તાર (દેશ)ને લોકશાહીની સાચી અનુભૂતિ થાય. આપણે તો વિરોધ પક્ષ મુકત ભારત બનાવવા જઈ રહ્યા છીએ જે સારી નિશાની લોકશાહી માટે તો નથી જ. રાજકીય વાત આજે નથી કરવી પરંતુ આ ૪૦ નો સળવળાટ ખુંચ્યો છે. ઈમરાનખાનને તો સાચી કબુલાત કરીને વિશ્વમાં આતંંકવાદ પ્રભાવિત રાષ્ટ્રમાં ખુશાલી જે ફેલાઈ છે એ તો જેને હૃદયથી વિતતી હોય એ જ જાણે છે.હવે આપણા ‘રામ’ ભેળસેળ, ભ્રષ્ટાચાર, સંગ્રાહખોરી, સટ્ટાખોરી બાબતે સાચું બોલશે ખરા ? રૂા.પ૦૦ અને રૂા.૧૦૦૦ ની ચલણી નોટ ‘સાચી’ હતી તોય એક જ ઝાટકે આખા રાષ્ટ્રમાં ‘લીગલ ટેન્ડર નહીં રહેગા’ ની ઘોષણા સાથે અચાનક બંધ કરી દેવાઈને આવી જ ઘોષણા ભ્રષ્ટાચાર, ભેળસેળ, સંગ્રાહખોરી, સટ્ટાખોરી બાબતે કરી તેના અમલ પણ રૂા. પ૦૦ અને રૂા.૧૦૦૦ ની નોટ જેવો થાય તો ? ખરેખર તમે પણ આ લખાણ વાંચીને હૃદય મનથી રાજી થયા હશો જ. કારણ કે દિવ્ય જયોતની આ ચિંતન રત્નકણીકા આપણા હૃદય મનની ગડમથલને તો ઉકળાટ રૂપે બહાર લાવે છે ને એટલે જ કોઈ સંવેદના કે જીવનદર્શન કરતાં ચિંતન કરાવે છે ને ? ભલું થયું ભાંગ જંજાળ સુખથી ભજશું શ્રી ભગવાન ! હવે ઈમરાન ખાને આતંકવાદીઓનો સ્વીકાર જ કર્યો છે તો ભારતની વાતને સમર્થન મળ્યું છે.ને વિશ્વમાં જાહેરમાં શૌચક્રિયા મુકત ભારત બન્યું છે તેવી જ રીતે આતંકવાદ મુકત રાષ્ટ્ર ભારત જાહેર થવામાં કાઉન્ટ ડાઉન શરૂ થયું છે ને રાત્રે આઠ વાગે કે બાર વાગે તેની ઘોષણા થાય ને સવારે અખબારોના પાને પાના ભરીને આવે ને ટીવીમાં વિભાવરી જ છવાઈ જાય. બસ હવે તો આતંકવાદ, કોંગ્રેસમુકત ભારત થઈ ગયું છે. હવે લોકોની સુખાકારી, સમૃદ્ધિમાં વધારો જ થશે. ઉભા રહો, ઉતાવળા ન થાઓ ! ભારતમાં સુખાકારી તો વધી જ છે. ખેડૂતોના ખેતરોમાં બે બે ગાડીઓ, ટ્રેકટરોને પાંચ પાંચ બાઈકો, પાકા મકાનો છે એ શું બતાવે છે ? ૧પ મી ઓગષ્ટ ર૦૧૯ ને સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલે છે. શ્રાવણ માસનો શુભારંભ ગુરૂવારથી થશે એટલે હવે ‘લાલ કિલ્લા’ પર જ સૌની નજર છે. બહુ બોલતા નહીં, ચિંતન કરજાે. સ્ટેજ અને સન્માન સાચવવું હોય તો ?? ગાંધીનગરમાં ગરમીનો પારો ૪૦ ને પાર થયો છે. મેઘરાજા હવે રીઝાય.. બીજા જિલ્લાની ગરમીની નોંધ કયાં કોઈ લે છે ? આ ગરમી જ બધે ઉકાળા, બફારો ફેલાવે છે ને સમજાય તો ધન્યવાદ. બાકી આટલે જ અસ્તુ… ફરી મળીશું મંગળવારે ત્યાં સુધી ચિંતન થકી દિવ્ય જયોતિ…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.