ગૃહસ્થ જીવન સારૂં કે સન્યસ્થ

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

તેજસ્વી અને તપસ્વી સંન્યાસીઓને જાઈને પ્રભાવિત થતા આપણે ઘણી વાર એવા તપસ્વી સાધુ જીવન શ્રેષ્ઠ છે તેમ માનીને હિમાલયની ગુફાઓમાં ચાલ્યા જવાનું વિચારીએ છીએ. કયારેક રાજા મહારાજ જેવા વૈભવી બંગલાઓમાં નોકરચાકરથી ઘેરાયેલા એશો આરામની જીંદગી જીવનારા ફિલ્મી કલાકારો, ક્રિકેટરો કે નેતાઓની લાઈફ સ્ટાઈલથી અંજાઈને ગૃહસ્થી જીવન જીવવા પ્રેરાઈએ છીએ.
આમ તો ગૃહસ્થી જીવન કે સંન્યાસી જીવન એક સિક્કાનાં બે પાસાં છે પરંતુ એવી પાકી સમજણ ન આવે ત્યાં સુધી માયા છોડીને સન્યસ્થ જીવન જીવવા માટે આપણાં શા અને કથાકારો સાધુ સંતો અવારનવાર ઉપદેશ આપે છે તેથી આપણે પુરા મનથી સંસાર ભોગવી શકતા નથી કે તેમાં રહીને પણ મુક્તનો આનંદ લઈ શકતા નથી.
સંસાર સાગરમાં રહીને પણ જળ કમળવત રહી શકાય છે. જેમ પાણીમાં રહેતું કમળ પાણીથી અલિપ્ત રહે છે તેમ સંસારમાં રહેતા લોકો પણ સંસારની માયાથી લપેટાયા વગર જીવી શકે છે. તેવાં અનેક ઉદાહરણો આપણે વાંચ્યા છે, જાયાં છે, અનુભવ્યાં છે, જ્યારે બીજી તરફ કહેવાતા સાધુ સંતો, બાહ્ય આડંબર કરતા ભકતો, ઉંચા સામીયાણામાં, એસી ચાલુ રાખીને મનોરંજન થાય તેવા વ† પરીધાનમાં કથા કરતા કથાકારોના અંગત જીવનને કલુષિત થયેલાં જાયાં છે. ફિલ્મી સીતારાઓ, ક્રિકેટરો કે રાજકીય આગેવાનો, ઉચ્ચ અધિકારીઓ અને કહેવાતા સેલીબ્રીટીઓનો, અંગત જીવનમાં તો ડોકીયું કરવા જેવુ ંજ નથી તેમ આજના સમાજ હિતચિંતકો દ્રઢપણે માને છે.
જા અંતરથી સંતુષ્ટ નહીં હોઈએ કે આંતરીક વિશ્રાંતિ નહીં પામીએ તો હીમશિખરોની ગુફાઓ કે ગાઢ વન વગડાની ઝુંપડીઓ પણ આપણને ટાઢક આપીને શાંત કરી શકશે નહીં.
સ્વામી વિવેકાનંદ જેવા સાચા સાધુઓ ગમે તેવી રૂપલલનાઓ તેમને લલચાવે તો પણ તેમાં લપેટાયા વગર પોતાના દ્રઢ મનોબળનો પરિચય આપી શકે છે. છત્રપતિ શિવાજી જેવા આદર્શ રાજપુરૂષો તેમના સૈનિકો દ્વારા અપહૃત કરીને લાવેલી દુશ્મન રાજયની સૌદર્યથી મહેકતી ને જાઈને કહી શકે છે, હે મા ! મારી માતા સમાન તમે છો. મારી માતા પણ તમારા જેવી રૂપાળી હોત તો હું પણ આપના જેવો જ સુંદર યુવાન થયો હોત. આપ મને માફ કરજા કે આ મારા સૈનિકોએ આપને તકલીફ આપી છે. પછી સૈનિકોને આદેશ આપે છે. આ સૌંદર્યથી ભરપુર ને તેમના નિવાસ સ્થજાને ઈજ્જત સાથે મુકી આવો. હવે પછી આવી ભુલ કરશો તો હું એવા સૈનિકોનાં માથાં ધડથી જુદાં કરી દઈશ.
આવા રાજા મહારાજાઓ પોતાની વાણી અને વર્તન દ્વારા સમાજ ઘડતરનું કામ કરી શકે છે.
આજે જરૂર છે આવા આદર્શ નેતાઓ, અધિકારીઓ તથા ક્રિકેટરો કે સેલીબ્રીટીઓ જેમના આદર્શ વર્તન દ્વારા નવા આદર્શ સમાજનું ઘડતર કરી શકીશું. જા સન્યાસ જ લેવો હોય તો સૌંદર્ય, ધન તથા સત્તા તરફ નજર જ ન કરવી અને જા ગૃહસ્થ જ રહેવા ઈચ્છતા હોઈએ તો બીજાના દુઃખ દર્દને સમજીને તેમને મદદ કરવા હંમેશા તત્પર રહીએ તો બંને પ્રકારનાં જીવન ધન્ય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.