ગુજરા હુઆ યે ર૦ર૦ કા સાલ કર ગયા સબકો બેહાલ ! ના કોઈ જશ્ન, ના કોઈ ત્યૌહાર, વાસ ઘર કી વો ચાર દિવાર !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

નોેવેલ કોરોના કોવીડ-૧૯ વાયરસથી નવા વર્ષ ર૦ર૧ થી છુટકારો મળશે તેવી આશા બંધાણી હતી ત્યાં જ યુકેમાં હાહાકાર મચાતા હતા.કોરોના વાયરસનો દેશમાં પગપેસારો થયો ને આઠ કેસ નોંધાયા.આ ગત ૩૦ મી ડીસે.ની અઅખબારની હેડલાઈન વાંચતાં જ નૂતન વર્ષાભિનંદન કહેવાનું ટાળી દીધું. શું ર૦ર૧ નું વર્ષ પણ ‘શિક્ષણ અને પ્રજા’ માટે ઘાતક નિવડશે. સતત વિહળવતા વચ્ચે આ વાયરસ સામે સરકાર કેવાં પગથિયાં ભરે છે ને આવેલી રસી પ્રજાને કેવી અસરકારકતા બનાવે છે તેના તરફ સૌની મીટ મંડાયેલી છે.આ નવો વાયરસ બ્રિટનથી આવેલા મુસાફરોમાં દેખાયો છે જેમાં ત્રણ ત્રણ કર્ણાટક, આંધ્રપ્રદેશ, એક એક તામીલનાડુ, ઉત્તરપ્રદેશમાં નોંધાયો.આ બધા ગુજરાત ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું.પ્રજામાં હાહાકાર મચી ગયો.હવે અમારૂં કોણ ? આવા દેશ, પ્રજાભકત નેતાઓ જતા રહેશે તો લોકશાહીમાં લોકસેવકો પ્રજાની જ સેવા કરી રહ્યા છે.તેમાંથી સૌ કોઈને ગૌરવ થાય રાત દિવસ જાેયા વગર પ્રજાને વિસ્તાર માટે જ ઝઝુમે ને છતાં પ્રજા વિસ્તારની યોગ્ય માગણીઓ ના સ્વીકારાય તો જ રાજીનામું આપે ને ? દેશમાં આજે ચારેબાજુ રાષ્ટ્ર ભક્તિનો માહોલ ઉભો થયેલો છે.તેમાં કોઈ ચૂં કે ચાં કરી ના શકે.ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીજીએ અસામાજીક તત્વો અને ગુંડાઓને ઉત્તરપ્રદેશ છોડો અથવા તમારી પ્રવૃત્તિ છોડીને પ્રજાલક્ષી બની રહો એવી જાહેરમાં ધમકી ઉચ્ચારી દીધી.જેના પગલે શિવરાજસિંહ મધ્યપ્રદેશમાંથી એવું જ કંઈક બોલ્યા તો આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તો કંઈ કાચા પાકો થોડા છે તેઓ તો આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બેસતા એ ખુરશી પર બેઠા છે ને તેમણે તો કાઠીયાવાડીમાં જ ઠપકારી દીધું કે અસામાજીક તત્વો ગુંડાઓ, ગુજરાત છોડી દયો. હવે તમારી સામે કડક કાર્યવાહી થાશે જ. હવે તમે જ વિચાર કરો કે આવા ત્રણ રાજયના મુખ્યમંત્રીઓ આવી કડક ભાષામાં જાે ગુંડા,અસામાજીક તત્વોને ઠપકારતા હોય તો આ ત્રણ રાજયો નહીં દેશમાંથી ગંુંડા,અસામાજીક તત્વો વિદેશની ભૂમિમાં ભાગી જાય અથવા પ્રવૃત્તિ બંધ કરી દે આપણે ત્યાં એટલે ગુજરાતમાં તો દેશી-વિદેશી દારૂ, અફીણ, ચરસ, ગાંજાના વેચાણ-વપરાશ પર કડક પ્રતિબંધ છે તેમના માટે આખી અલખ ટાસ્ક ફોર્સ, નશાબંધી ખાતું અને આખે આખી ખાખીવર્ધી કામ કરી રહી છે. હવે તમે જ કયો જે રાજયના મુખ્યમંત્રી આટલા કડક શબ્દોમાં ગુંડા અસામાજીક તત્વોને રણટંકાર કરી શકતા હોય એ રાજયમાં આવા દારૂ,અફીણ વેચવાવાળા તત્વો રહેવાનું પસંદ કરે છે ખરૂં ? અંગ્રેજી નૂતન વર્ષ-ર૦ર૧ નો આજે પાંચમો દિવસ છે.એટલે સમજ્યાને સડસડાટ કડકડતી ઠંડીમાં ધાબળા,ગોદડા ઓઢીને દિવસો પસાર થઈ રહ્યા છે.માવઠાની આગાહી પણ હવામાન ખાતે આપી છે.તે કયાં સાચી પડી છે એ તો ગત દિવસો કે આગામી દિવસોમાં જ ખબર પડશે.કારણ કે આ લેખ લખાય, પ્રસિદ્ધિના આજુબાજુના દિવસોમાં વાચક મિત્રો કોરોનાની રસી ટ્રાયલ વચ્ચે નવા સ્વરૂપે કોરોનાએ આગળ કહ્યું તેમ બ્રિટનથી ભારતમાં પ્રવેશ કરી લીધો છે.હવે ચીન પર દોષારોપણ કરશું નહીં.બ્રિટનની અવળચંડાઈ, સોરી મુસાફરોની જે હોય તે પણ કોરોનાની બીક કયાં સુધી રહેશે તે કહેવું મુશ્કેલ છે તો ટ્રાયલ રસી કેટલી કામીયાબ નિવડશે એ તો પ્રજાના લોહીમાં ગયા પછી જ ખબર પડશે ને ? સમય સમયનું કામ કરશે, ઠંડીમાં ધીમે ધીમે ઘટાડો થશે. મકરસંક્રાંતિ-ઉતરાયણમાં પતંગોત્સવ બંધ રહેશે પણ ભુલકાંના હાથમાં પતંગ,દોરની ચહલપહલ જાેવા મળે જ છે. તેમાંય બજારમાં ચાઈના દોરીની માંગ પ્રજા વધુ કરી રહી છે તેની પાછળનું ગણિત, વિજ્ઞાન શું હશે એ તો દોરીના જાણકારને જ ખબર પડે.બાકી ચાઈના પાકીસ્તાનની અવળચંડાઈ સામે સજાગ રહેવું ઝડપી રામમંદિરનું નિર્માણ થાય એ માટે ચોતરફથી નાણાંનો ધોધ વહાવવો જાેઈએ.
વાચક મિત્રો ર૦ર૦ નું વર્ષ બહુ ખરાબ રીતે પસાર થયું.વિશ્વભરમાં નોવેલ કોરોના કોવિડ-૧૯ ના હાહાકાર પછી નવા વર્ષ ર૦ર૧ નો શુભારંભ થઈ ચૂકયો છે.આ બધા વચ્ચે આપણે બનાસકાંઠા જિલ્લાએ ગત સપ્તાહમાં જીવદયાપ્રેમી ભરતભાઈ કોઠારી સહિત ત્રણ જૈન અગ્રણીઓ માર્ગ અકસ્માતમાં મોતને ભેટયા. જેનાથી બનાસકાંઠા જ નહીં સમગ્ર ગુજરાતે આંચકો અનુભવ્યો, જીવદયા પ્રત્યે શ્રેષ્ઠ કામગીરી થઈ રહી હતી.નવું વર્ષ આપના સૌના જીવન માટે સુખ,શાંતિ સમૃધ્ધિ આરોગ્યપ્રદ રહે તેવી શુભકામના સહ સ્વર્ગસ્થજનોને શ્રદ્ધાંજલી..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.