ખૂબ જ નાની ઉંમરે શિક્ષણક્ષેત્રે આગવી સિદ્ધિ હાંસલ કરતી આદિપુરની કુમારી ચાંદની ઠક્કર

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

પૂર્વજન્મનાં સત્કર્મો, રચનાત્મક કર્મઠતા, માબાપ અને પરિવારના સંસ્કારો, સ્વઉત્સાહ, ધગશ, જિજ્ઞાસાવૃત્તિ અને જીવનમાં કશુંક થવાનો, બનવાનો સંકલ્પ વ્યક્તિને વિશેષ પ્રગતિ કરાવે છે.તા.૧૧-૪-૧૯૯૮ ના રોજ પિતા રાજેશકુમાર શંભુલાલ ઠક્કર અને માતા રીટાબેનના પરિવારમાં ભૂજ ખાતે જન્મેલી આદિપુરની ર૩ વર્ષીય તેજસ્વી, ઓજસ્વી અને મેઘાવી દીકરી ચાંદની ઠક્કર પણ શિક્ષણક્ષેત્રે આગવી સિદ્ધિ હાંસલ કરી રહી છે.

વારાહી પાસેના ખૂબ જ નાનકડા ગામ ડાભી (ઉમરોટ) ના વતની શંભુભાઈ ખોડીદાસ ઠક્કર (ચીનુભાઈ સાહેબ ) અને તેમનાં ધર્મપત્ની કાંતાબેન (ગૃહિણી) છેલ્લા ઘણા વર્ષોથી કચ્છના માંડવી ખાતે સ્થાયી થયેલ છે.આદરણીય ચીનુભાઈ માંડવીની એસ. વી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ૩પ વર્ષ સુધી અંગ્રેજીના પ્રોફેસર તરીકે સરાહનીય સેવા આપીને નિવૃત્ત થયા છે. શબ્દ,સંગીત,સ્નેહ, સંસ્કાર, સમજણ, શિક્ષણ, સાધના જેવા ઉચ્ચકક્ષાના શબ્દો સાથે જેમનો અંગત નાતો છે તેવા ચીનુભાઈ પૂજ્ય નારાયણ સ્વામીની ખૂબ જ નજીક રહ્યા છે.અમારા પરમ વડીલો કનુભાઈ આચાર્ય, નટુભાઈ આચાર્ય જેવા અનેક સ્નેહીઓ ચીનુભાઈની સંગીત સૂઝબૂઝની ભારે પ્રશંસા કરતા રહે છે. ચીનુભાઈનો એક દીકરો રાકેશકુમાર અમેરિકાની કોમ્પ્યુટર કંપની બેલમાં ડાયરેકટર છે તો બીજાે દીકરો રાજેશકુમાર (પી.એચ.ડી.) આદિપુરની તોલાણી કોલેજમાં મેથ્સ વિષયમાં એેસોસીએટ પ્રોફેસરની સાથે સાથે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ (એચ.ઓ.ડી.) છે.રાજેશકુમારનાં ધર્મપત્ની રીટાબેન (ફાર્મસી,બી.એસ.સી.,બી.એડ.)સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ આદિપુરના હાયર સેકન્ડરી સાયન્સ વિભાગમાં લેબ.ઈન્ચાર્જ છે.દાદા-દાદી, માતા-પિતા અને નાના-નાની એમ ચારેય દિશામાંથી સંસ્કાર અને આશીર્વાદ પામેલી ચાંદની ઠક્કરેે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ આદિપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ આદિપુર ખાતેથી પૂર્ણ કરી બી.એસ.સી.તોલાણી કોલેજ આદિપુર ખાતેથી કર્યું અને એમ.એસ.સી.આઈ.આઈ.ટી. ગાંધીનગર ખાતેથી પૂર્ણ કરી હાલમાં પી.એચ.ડી.માં પ્રવેશ મેળવેલ છે. સંગીત, ટેબલ ટેનીસ, બાસ્કેટબોલ, વાંચન, પ્રવાસ વિગેરેનો શોખ ધરાવતી ચાંદની ઠક્કર અભ્યાસ પૂર્ણ કર્યા પછી દાદા- પિતાની માફક જ પ્રોફેસર બનવાની અપેક્ષા રાખે છે.ગુજરાતમાં અનેક સ્થળોએ ફરેલી ચાંદનીને માંડવી-કચ્છનો દરિયાકિનારો ખૂબ જ ગમે છે. કેરાલા,દાર્જીલીંગ, નૈનીતાલ, સીમલા,મહાબળેશ્વર, માથેરાન જેવાં દેશનાં વિવિધ સ્થળોએ જવાનંુ બન્યું છે પણ આ બધામાં મહાબળેશ્વર અને દાર્જીલીંગ તેને ગમ્યાં છે. તેને ડ્રાઈવીંગનો પણ શોખ છે અને તા.૧૩-૧૧-ર૦ર૧ શનિવારે જયારે ફોન ઉપર મેં તેની સાથે વાત કરી ત્યારે પણ તે માતા પિતા સાથે કચ્છથી ગાંધીનગર તરફ સેલ્ફ ડ્રાયવીંગ કરીને જઈ રહી હતી. અમેરિકા અને દુબઈ જવાનું પણ તેને બન્યું છે. આઈ.આઈ. ટી. ગાંધીનગરની ન્યાસા સંસ્થા દ્વારા સેવાનાં કામો સાથે જાેડાયેલી ચાંદનીને માંડવી હોય ત્યારે સવારે કીડીઓનું કીડીયારૂં પૂરવાનું ગમે છે અને ભૂજ હોય ત્યારે નાના બાબુભાઈ સાથે સેવા કરવાનું ગમે છે. તેને અભિનંદન આપવા મો.નં.૯૪૦૮૭૩૪ર૮૦ છે. જયારે તેમના પિતા રાજેશકુમારનો મો.નં.૯૮૯૮૪૬૭પ૮૪ છે. મ્યુઝિકમાં તેણે વિશારદ કરેલ છે જયારે ટેબલટેનીસ અને બાસ્કેટબોલમાં પણ ઈનામો મેળવેલ છે.બી.એસ. સી.ના અભ્યાસ દરમિયાન યુથ ફેસ્ટીવલમાં કલાસીકલ મ્યુઝિકમાં પ્રથમ, દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે.ડૉ.શરદ ઠાકર તેના પ્રિય લેખક છે.પોઝીટીવ થીકીંગ ધરાવતું પુસ્તક ‘પોલીએના’ તેને ખૂબ જ ગમ્યું છે.તેનું વિશેષ ધ્યાન અભ્યાસમાં જ હોય છે.તાજેતરમાં આઈ.આઈ.ટી. ગાંધીનગરમાંથી એમ.એસ.સી.માં ૧૦ માંથી ૯.૯ર સી.પી.આઈ.સાથે તેણે છેલ્લા સેમેસ્ટરમાં ગોલ્ડમેડલ મેળવી સમગ્ર રઘુવંશી લોહાણા સમાજ તેમજ કચ્છ વિસ્તારને પણ ગૌરવ અપાવ્યું છે.

તેની આગવી સિદ્ધિથી ‘ડાયરેકટર ફેલોશીપ પ્રોગ્રામ’ હેઠળ તેને આઈ.આઈ.ટી.ગાંધીનગર ખાતે જ પી.એચ.ડી.માં એડમીશન મળ્યું છે.લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીષભાઈ વિઠલાણી, કચ્છ ઝોનના વરિષ્ઠ ઉપપ્રમુખ કે.સી.ઠક્કર તેમજ સૌ પદાધિકારીઓએ પણ વિશેષ આનંદ વ્યકત કરી અભિનંદન પાઠવેલ છે. ખૂબ જ નાની ઉંમરે એકલવ્ય નીતિ અને અર્જુન ધ્યાનથી સતત અભ્યાસમાં કાર્યરત રહેતી ચાંદની ઠક્કરે શિક્ષણ ક્ષેત્રે અતિ વિશિષ્ઠ સિદ્ધિ હાંસલ કરી અનેક દીકરીઓને આગવી પ્રેરણા આપેલ છે તે બદલ ચાંદની ઠક્કરને ખૂબ ખૂબ ખૂબ અભિનંદન..અઢળક શુભેચ્છાઓ… અને હૃદયથી આશીર્વાદ…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.