કુછ દેર કી ખામોશી હૈ, ફિર શોર આયેગા ! તુમ્હારા જુઠ તો વકત આયા હે, હમારા (સત્વ) દોર આયેગા!!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

કાળઝાળ ગરમી બફારાથી ત્રસ્ત ‘જીવો’ ને મેઘરાજાના આગમનથી કાળજે હળવી ટાઢક તો મળી છે. હવે ‘ચોમાસુ’ જામશે. ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારનો વરસાદ ખેંચાય તેમ ‘જીવ’ માત્ર હલબલી જાય છે. ત્યાં તમામ પ્રકારનો ઉકળાટ વધે છે જેની અનુભૂતિ શબ્દો, કલમ કંઈ જ વ્યકત ના કરી શકે છતાં મેઘરાજાની પધરામણીએ હરખની હેલીએ ઉકળાટમાં જાેવા મળે છે. ગતાંકમાં આપણે શિક્ષણની થોડીક ચર્ચા કરી.ઉનાળુ વેકેશન પછી સુરત અગ્નિકાંડની જવાળાની આગ વચ્ચે શિક્ષણ કાર્ય શરૂ થયું તે પહેલાં ટયુશનની પ્રતિબંધની કડકાઈમાં વહેલી ટયુશનની હાટડીઓ ચાલુ થઈ જે સૌ કોઈ જાેઈ રહ્યું છે પણ દારૂ, તમાકુબંધીના ગુજરાતમાં કોઈ કંઈ બોલી શકતું નથી. તેમ કેટલાક બોલવા જાય તે પહેલાં જીભે છાલા પડે. ભય વગરનો ભ્રષ્ટાચાર ને વજન વગરનું શિક્ષણ આજે ગુજરાતની આનબાન શાન બની ગયાં છે. શિક્ષક કભી સાધારણ નહીં હોતા નિર્માણ ઔર પ્રલય ઉનકે હાથ મેં હૈ.. ચાણકયની આ પંક્તિ શિક્ષકનું મહત્વ દર્શાવે છે. ત્યારે કોઈકે ચાણકયને પુછયું કે, ઝેર કોને કહેવાય ? ચાણકય એ સરસ અને સચોટ જવાબ આપ્યો. જીંદગીમાં જે વસ્તુ જરૂરીયાત કરતાં વધારે હોય તે ઝેર કહેવાય. ભલે પછી તે તાકાત હોય, ધન હોય,વિદ્યા હોય, ભુખ લાલચકો અભિમાન પ્રેમ, પ્રશંસા કે નફરત હોય, જરૂરીયાતની માત્રા કરતાં વધારે હોય તે ઝેર જ કહેવાય.ચાણકય જેવી સત્યપથ દર્શાવતી વ્યક્તિ ‘રાષ્ટ્ર’ માટે કાયમી અમૃત જ બની રહે છે. કડવી દવા તો જનેતા જ પાઈ શકે છે. ને આજે ‘સત્ય’ બોલવું ‘સાહેબ’ બહુ કઠીન છે. કયાંય ન ચાલે.. એટલે જ કોઈકના હૃદયમાંથી ઉભરારૂપ નીકળી ગયું કે આ કળીયુગ છે. ફોટા અને ખોટા જ વધુ ચાલે ને આ વાત સમજાય તો જ મજા આવે. શિક્ષણને સાથે રાખીને ચાલવું છે કે થોડું કંઈક થાય તો.. આપણી નાનકડી ચિંતન ચિનગારી દિવ્યજયોત પ્રગટાવવામાં સફળ થતી લાગે. શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ છે જેમાં પાઠય પુસ્તકોની ઘટ, વરસાદી માહોલ વચ્ચે વર્ગખંડ, જર્જરીત પડયા છે જ્યાં બાળકો નથી ત્યાં શાળાઓ અદ્યતન છે જ્યાં બાળકો છે ત્યાં અદ્યતન શાળાઓ નથી છતાં એકંદરે સુવિધાઓનું પ્રમાણ ચોક્કસ વધ્યું છે પણ શિક્ષણનું સ્તર કથળ્યું છે. આજથી ૮૦ વર્ષ ૪૦ વર્ષ ર૦ વર્ષ એમ તબક્કા વાર અભ્યાસ કરશો તો ખબર પડશે કે ૮૦ વર્ષ પહેલાં જે શિક્ષણ હતું તે ૪૦ વર્ષ પહેલાં નહોતું કયાં સાચું શિક્ષણ હતું ? ? એ બાબતે ચિંતન કરવા જેવું જ છે. આજે ડીગ્રીનંુ પ્રમાણ વધ્યું છે પણ શિક્ષણનું પ્રમાણ ઘટયું છે. જે વાતને સ્વીકારશવી જ. તેની પાછળનું રહસ્ય શું ?
સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ.. ની નીતિ કયાંક સારી હતી ? હાલનું ભાર વગરનું ભણતર ખરેખર કોઈ નેતા કે શિક્ષણવિદે ધો.૬ થી ૧ર માં જઈ વિદ્યાર્થીઓના દફતરનું વજન કર્યું છે ખરૂં ? બતાવવાના અને ચાવવાના અલગ દાંત જેવી નીતિને કારણે જ શિક્ષણ કથળી રહ્યું છે બાકી પહેલાં કરતાં હાલમાં સાહેબો અને શિષ્યોને શ્રેષ્ઠ સુવિધાઓ સરકાર અને પ્રજા તરફથી મળી રહી છે. જેનો સ્વીકાર કરવો જ રહ્યો. શિક્ષણનું સાચું મોનીટરીંગ નથી થતું એ જ આજના શિક્ષણ સ્તર કથળવાનું સૌથી મોટું કારણ બહાર આવે છે. જેમા ભ્રષ્ટાચારનો ભોરીંગ અને રાજકીય ડખલગીરીનું પ્રમાણ વધ્યાના મજબુત બે હાથ જવાબદાર બની રહ્યા છે. આજે પૈસા પાછળ અંધ બનેલો માનવી બધું જ કરી શકે છે તો રાજકારણીયા તો પોતાનું ટોળું મોટું બને એટલા માટે ફોટા અને ખોટાને વધુ મહત્વ આપે તે સ્વાભાવિક જથ છે. એટલે કયાંક એકાદ ‘શિક્ષક’ ની બદલી થાય તો શિક્ષણપ્રેમી સુધીના દાણો આવે નેછેવટે એકનો એક શિક્ષક એક જ જગ્યાએ ચાલીસ વર્ષ સુધી નોકરી કરે. કોઈ તપાસ સુધ્ધાં ન કરી શકે. બદલી થાય તો શ્રેષ્ઠ કામ કરતા શિક્ષકોની. આવું કોના ઈશારે ચાલે ? પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી, ગુણોત્સવ, બાળમેળાને બીજી પ્રવૃત્તિ ખરેખર સાચી થાય તો ? શિક્ષણ-પવિત્રતાની દેવીને આજે ભ્રષ્ટાચારીઓ ખેદાનમેદાન કરી રહ્યા છે. પ્રાથમિક શાળામાં ચાલીસ છોકરા ને એક શિક્ષક સંભાળી શકતો નથી તો બીજી બાજુ સરકારની દેવડી નીતિ ચોરને કે ચોરી કરજે ને ધણીને કહે જાગતો રહેજે. સાચું શિક્ષણ મળશે તો જ દેશનો વિકાસ થશે બાકી ભ્રષ્ટાચારના જાેરે એન્જીનીયર, ડૉકટર કે બીજા અધિકારી કર્મચારી ન્યા હશે એ છેવટે ભ્રષ્ટાચારના બાપ જ બનીને રહેશે ને ? આજે આપણે અનુભવીએ છીએ કે એક અધિકારીથી કે કર્મચારીના ત્રાસથી તેની બદલી કરાવીએ તો નવો આવનાર તેનાથી પણ ચડીયાતો આવે ત્યારેપ્રશ્ન એ થાય કે આવું કેમ ? શિક્ષણમાં જે ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે તેની જ આ અસર છે. વાચક મિત્રો ચિંતનકરશો બહુ મજા આવશે. મેઘરાજાની હળવી મહેર વચ્ચે ગઈકાલથી શાળાઓનો સમય બપોરનો થયો છે તો ગુરૂવારે અષાઢી બીજ રથયાત્રા ઠેર ઠેર ઉજવણી થશે. અમદાવાદ-પાટણ-પાલનપુર સહિત કેટલાક શહેરની રથયાત્રા જાેવા જેવી હોય છે. જય જગન્નાથજી…. શિક્ષણનું સત્ય દર્શન કરાવું છું એટલે કોઈ ખોટી ટોપી પહેરી ન લે. બાકી આપણે વાચક અને લેખક છેવટે તો એક હૃદયના.. હું. બી છીએ.. એટલે તો મજા આવે છે. કયાંક દિવ્યજયોત ચોક્કસ પ્રગટશે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.