આપણી સામે એક જ લક્ષ્ય હોવું જાેઈએ ‘હું માણસ બનું’

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

ભેંસના બચ્ચાને તું ભેંસ બન ગાયના વાછરડાને તું ગાય બન કે વાઘના બચ્ચાને તું વાઘ બન તેમ કહેવું કે શીખવવું પડતું નથી. જ્યારે આપણા બાળકને અરે ! કયારેક તો મોટેરાઓને પણ ટકોર કરવી પડે છે. ભાઈ માણસ બન. અથવા બહેન માણસ બન.. આમ કેમ કરવું પડે છે? આપણે મનુષ્ય યોનીમાં જન્મ્યા છીએ તો માણસ તો છીએ જ. પછી વારંવાર કેમ યાદ કરાવવું પડે છે કે માણસ બન. માણસને શોભે તેવું વર્તન કર.
પશુ, પક્ષીઓનાં વર્તન પણ કયારેક આપણા માટે અનુકરણીય બને છે. તેમના જીવનમાંથી પણ સદ્‌ગુણ કેળવી શકાય છે. તેનાં અનેક ઉદાહરણો આપણે જાેઈ શકીએ છીએ.
કીડીઓ સંગઠીત થઈને રહે છે, પોતાનો ખોરાક એકઠો કરવા કતારબંધ લાંબે સુધી ચાલીને પોતાના ઈંડાને સાચવવા ભાગદોડ કરે છે. કીટ, પતંગો પણ કોઈને નુકશાન કર્યા વગર પોતાનો ખોરાક મેળવી લે છે.. ફુલમાંથી મધ ચુસી કોઈને મધમાખીઓ પુષ્પને જરાય નુકશાન કરતી નથી. જ્યારે આપણે જ્યાંથી પોષણ મેળવીએ છીએ પગાર મેળવીએ છીએ કે રોજી મેળવીએ છીએ જે તે સંસ્થાને વફાદાર રહીને તેને નુકશાન ન થાય તેની કાળજી રાખવાનું ભુલી ગયા હોઈએ એવાં દ્રશ્યો ઠેર ઠેર જાેવા મળે છે.
ભગવાને આ સુંદર સૃષ્ટીનું નિર્માણ કર્યું છે. તેનું જતન કરવા જાળવણી કરવા અને તેને સાચવવા નવી પેઢી માટે મુકતા જવા માટે માણસનું નિર્માણ કર્યું છે. આવા અટપટા કામમાં મદદરૂપ થવા માટે પરમાત્માએ આપણને અન્ય પશુ પ્રાણીઓ કે કીટ પતંગો કરતાં વધારે બુધ્ધિ અને ચતુરાઈ આપી છે. તેના ઉપયોગ વડે આપણે કુદરતના સૌંદર્યને તેની શુદ્ધતાને અને પવિત્રતાને જાળવી રાખીએ. કુદરતમાં નિર્મિત લયને જાળવવામાં આપણે બહુ જ સક્રીય રહીએ એવા શુભ આશયથી આપણને મળેલું વરદાન આપણે કયારેક ભુલી જઈને પ્રકૃતિને નુકશાન પહોંચાડવાનું કામ કરીએ છીએ ત્યારે કુદરત નારાજ થાય એ સ્વાભાવિક છે. કુદરત રૂઠે ત્યારે ધરતીકંપ, વાવાઝોડાં કે સુનામી જેવા જળપ્રલય હોનારતો આપીને આપણને સાવચેત કરે છે. છતાં આપણે એટલા બધા બુધ્ધિશાળી શેરડીના રસમાંથી ખાંડ અને ગોળ બને છે છતાં દેશી ગોળ વધારે નિર્દોષ છે કારણ ખાંડ બનાવવાની પ્રક્રિયામાં સાફસફાઈમાં અને પારદર્શક બનાવવામાં સલ્ફયુરીક એસીડ જેવાં અનેક હાનીકારક રસાયણો વાપરવામાં આવે છે. જેના અંશો ખાંડમાં રહી જાય છે. શર્કરાની પરિશુધ્ધિ દરમિયાન ખનીજ તત્વો કેલ્સીયમ અને ફોસ્ફરસ નગણ્ય રહેતાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. કેટલાક લોકો આવી ખાંડને ‘સફેદ ઝેર’ પણ કહે છે. ગળપણની દ્રષ્ટીએ ખાંડ કરતાં દેશી ગોળ પણ વધુ લાભદાયક ગણાય છે.
આમ આર્થિક-સામાજીક-શારીરિક અને ધાર્મિક દ્રષ્ટીએ વિચારીએ તો કોઈપણ જાતના રસાયણોથી મુકત તથા કેમીકલ્સ વગરનો અને અખાદ્ય પદાર્થોના ઉપયોગ વિનાનો શુદ્ધ અને આરોગ્યપ્રદ દેશી ગોળ વધુ વાપરવા અને પસંદ કરવા યોગ્ય જણાય છે. આજના ‘ગોળ યુગ’ ને અલવિદા આપી રસાયણમુકત ‘દેશી ગોળ’ ને અપનાવો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.