આપણા ઉપર ઉપકાર કરે તેનો આભાર માનતાં શીખીએ

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

એક જમાનો હતો. રાજા મહારાજાઓની શાહી સવારી નીકળતી હતી. તેમની સાથે હાથી ઘોડા અને શણગારેલા રથ આગળ પાછળ શસ્ત્રધારી સૈનિકો અને છડી પોકારતા છડીદારોનો રસાલો ગામ વચ્ચેથી નીકળે ત્યારે આજુબાજુના રહીશો તથા દુકાનદારો પોતાની પાઘડી ઉતારીને હાથમાં રાખીને નીચામસ્તકે કુરનીશ બજાવતા ઉભા રહેતા. મહારાજાની એક નજર તેમના ઉપર પડે તો ધન્યતા અનુભવતા હતા.
એ જમાનામાં એક મહાવત પોતાના હાથીને ગામના પાદરે આવેલા તળાવમાં પાણી પાવા અને નહાવા લઈ જતો. રસ્તામાં આવતી દુકાનોના માલિક હાથીને ખાવા માટે કાંઈકને કાંઈક આપતા. નાના બાળકો હાથીને જાેઈને રાજી થતા. શેરીના નાકે એક દરજીની દુકાન હતી. ઘર દુર હોવાથી તેની પત્ની તેના માટે ટીફીન લઈ આવતી. આ દરજીને જમવાના સમયે જ હાથી અહીંથી નીકળતો. દરજી જમતાં જમતાં એક રોટલી હાથીને આપતો. હાથી સુંઢ લાંબી કરીને રોટલી લઈ લેતો અને પોતાના મોટા જડબાવાળા મોંઢામાં મુકીને સુંઢ હલાવતો આનંદ વ્યકત કરતો હતો. રોજનો આ ક્રમ જાણે નિયમ બની ગયો હતો.
એક દિવસ દરજી વહેલો જમી રહ્યો હતો. તેથી પોતાની સોય વડે દાંત ખોતરતો હતો. તે વખતે હાથી પસાર થયો. રોજના નિયમ મુજબ આજે પણ તેણે દરજીની દુકાન સામે આવીને સુંઢ લાંબી કરી. દરજીને મજાક સુજી. રોટલી આપવાના બદલે તેણે તેના હાથમાં રહેલી સોય હાથીની સુંઢ તરફ કરી. સુંઢનો આગળનો ભાગ મુલાયમ હોવાથી તે સોય ભોંકાવાનું તેને મામુલી દર્દ થયું. હાથી વિફયોર્. તે તળાવના કીનારે પાણી પીવા ગયો ત્યાંથી ગંદુ પાણી સુંઢમાં ભરી લાવ્યો અને વળતી વખતે તેણે તે પાણી દરજીની દુકાનમાં ફેંકયું. દુકાનમાં ઘરાકોનાં કિંમતી કપડાં લટકતાં હતાં. તે બધાં જ ગંદા થઈ ગયાં અને દુકાનમાં પાણી જ પાણી થઈ ગયું.
આટલી નાનકડી ઘટના આપણને ઘણું બધું શીખવી જાય છે.૧.લાંબા સમયથી દરજી હાથીને રોટલી ખવડાવતો હતો. તે વાત ભુલીને હાથીએ દરજીની સામાન્ય મજાકનો ખરાબ રીતે બદલો આપ્યો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.