અંતિમધામમાં શાંતિ અને શાતા મળે તેવું ડીસા ધૂળિયાકોટ વિસ્તારનું શાંતિધામ

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

દરેક નગરમાં સારી શાળાઓ, સગવડતાવાળાં દવાખાનાંં,સુવિધાસભર પોલીસ સ્ટેશન, યોગ્ય બસ સ્ટેશન કે રેલ્વે સ્ટેશન, વ્યવસ્થિત સરકારી ઓફિસો, પાણીની પુરતી સગવડ, વીજળીની વ્યવસ્થા જેવી કેટલીક પ્રાથમિક જરૂરીયાતો અદ્યતન હોય તેવી જ રીતે મૃત્યુ પામનાર વ્યક્તિનો યોગ્ય રીતે અંતિમ સંસ્કાર થાય તે માટે શાંતિ અને સાતા મળે તેવું સ્મશાનગૃહ પણ જરૂરી હોય છે.આખી જીંદગી રઝળપાટ કર્યા પછી માંડ મૃત્યુને ભેટવાનુંં થયુ ંહોય ત્યારે છેલ્લી પથારી સગવડતાપુર્ણ હોવી જરૂરી છે.શાંતિધામ-અંતિમધામ કે સ્મશાનગૃહ સગવડતાપૂર્ણ હોય એ જાેવાની જવાબદારી જે તે નગરના આદરણીય શ્રેષ્ઠીઓ, મહાજનો અને સંસ્થાઓની છે.
ડીસા નગરમાં વાડી રોડ ખાતે તેમજ ધુળીયાકોટ, ઈન્દીરાનગર ખાતે બે સ્મશાનગૃહો આવેલાં છે. વાડી રોડ વિસ્તારનું સ્મશાનગૃહ મુક્તિધામ તરીકે ઓળખાય છે જયારે ધુળીયાકોટ સ્મશાનગૃહ શાંતિધામ તરીકે ઓળખાય છે.અનેક પ્રકારનાં વૃક્ષોથી લીલુંછમ બનેલું ડીસાનું શાંતિધામ માત્ર સ્મશાનગૃહ નથી; પણ આ સ્થળ એક પ્રવાસન પોઈન્ટ હોય તે રીતે વિકસ્યું છે. તા.ર૦-૧૧-૧૯૯૧ ના ડીસા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ પ્રકાશભાઈ ભરતીયાની ટીમ દ્વારા કરાયેલ ઠરાવ થકી આ જમીન ફાળવવામાં આવેલ જેને પાછળથી મા.જીલ્લા કલેકટરે રેગ્યુલર કરી આપેલ. આ જમીન મેળવવા માટે લક્ષ્મીસિંહજી વાઘેલા, શંકરભાઈ કતીરા, અમૃતભાઈ આચાર્ય, શંકરભાઈ પટેલ, રામપ્રસાદભાઈ ઠક્કર, અમૃતભાઈ બી.શેઠ વિગેરેનો સંપૂર્ણ સહકાર અને માર્ગદર્શન મળેલ.
શાંતિધામના સ્થાપક પ્રમુખ અને ડીસા નગરના પરમ આદરણીય વડીલ એવા ડૉ.નવીનભાઈ શાહ (કાકા)અને સ્થાપક મંત્રી તેમજ જાણીતા સાહિત્યકાર એવા કનુભાઈ આચાર્ય દ્વારા થયેલા નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોને લીધે શાંતિધામની કામગીરી ધીરે ધીરે પણ મક્કમતાપૂર્વક આગળ વધી અને આજે આ શાંતિધામ સાચા અર્થમાં તીર્થધામ બનેલ છે.૧૯૯૧ થી ર૦૦૦ ના સમયગાળામાં શરૂઆતના સમયે ડૉ.નવીનકાકા, કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ, કીર્તિભાઈ શાહ, લક્ષ્મણસિંહજી વાઘેલા,અમૃતભાઈ આચાર્ય, રમેશભાઈ યુ. અખાણી, ડૉ.ચંપકભાઈ ઝાલમોરા, છગનભાઈ પટેલ જેવા અનેક મિત્રોએ ઘેર ઘેર ફરીને શાંતિધામ માટે નાનું મોટું ફંડ એકત્રીત કરેલ અને એ પછી તો અનેક શ્રેષ્ઠીઓ સતકાર્યમાં જાેડાયા અને વિવિધ સગવડો ઉભી થઈ.ડૉ.નવીનકાકા, ડૉ. ચંપકભાઈ ઝાલમોરા, દિનેભાઈ શાહ સહિત સૌના સમય ગાળામાં થયેલી કામગીરીને કનૈયાલાલ માળી પ્રમુખ બનતાં વધારે વેગ મળ્યો અને તેમાં પણ મયંકભાઈ પટેલ અને ઈશ્વરભાઈ વારડે જેવા અતિ કર્મઠ અને નિષ્ઠાવાન મિત્રોનો સહકાર મળતાં કામ આગળ વધ્યું. હનુમાનજી મંદિર,શીવધામ, વ્યાયામ શાળા, વાંચનાલય, પાણીનો બોર,લાકડા માટે સ્ટોર રૂમ, શેડ, પીવાના પાણીની વ્યવસ્થા,સ્નાનઘર, ફુલ રાખવા માટેની પેટી, કમ્પાઉન્ડ વોલ, મૃતદેહને રાખવા માટેની જરૂરી વ્યવસ્થા, ઘાસરૂમ, ચોકીદાર રૂમ, વોકીંગ ટ્રેક એમ તમામ પ્રકારની સગવડો ઉપલબ્ધ કરવા માટે નગર શ્રેષ્ઠીઓનો પણ સહકાર મળ્યો.આ સત્કાર્યમાં ખુશાલભાઈ પરમાર, ડૉ. કીરીટભાઈ કુપાવત,ડૉ. અજયભાઈ જાેષી, કિશોરભાઈ સાંખલા,ગણપતભાઈ લાધાજી માળી, બિપીનભાઈ પટેલ જેવા નામી-અનામી અનેક મિત્રોનો પણ સહકાર મળ્યો.મહેશભાઈ ભણશાળીનું માર્ગદર્શન અને સહયોગ નોંધપાત્ર રહેલ છે. રોટરી કલબ જેવી સંસ્થાઓનો પણ સહકાર સાંપડયો.
હાલના સમયમાં પ્રમુખ ભગવાનભાઈ બંધુ, મંત્રી કનુભાઈ આચાર્ય અને ખજાનચી છગનભાઈ પટેલ સહિતની સમગ્ર ટીમ જવાબદારી સંભાળી રહેલ છે. મયંકભાઈ પટેલ અને ઈશ્વરભાઈ વારડેની સતત મુલાકાત, માર્ગદર્શન અને સહકારથી નવીન કામગીરીને પણ વેગ મળેલ છે.હાલના સમયમાં ચતુર્થ દિશાની મજબુત પથ્થર દિવાલનું કામ ચાલુ છે જેમાં દાતાઓનો પ્રવાહ ચાલુ છે કોઈપણ શુભ કાર્ય કે સત્કાર્યમાં સંગઠીત ભાવ હોય અને સમજુ માણસોની ટીમ હોય તો એ કાર્ય સારી રીતે સફળ થાય છે.શાંતિધામ ડીસા ખાતે જાેડાયેલા તમામ ટ્રસ્ટીઓ સમર્પિત અને નિઃસ્વાર્થ ભાવવાળા છે.ડીસા નગરપાલિકાનો શરૂઆતથી જ પૂરતો સહયોગ રહ્યો છે. વૃક્ષોથી ભરચક શાંતિધામની આ જગ્યામાં મુલાકાત લેવા માત્રથી જ નિજાનંદ મળે છે.અનેક શાળાઓનાં બાળકો શાંતિધામની મુલાકાત લઈ ચૂકયાં છે. વિવિધ પ્રકારની રમતો રમવા માટે પુરતું મેદાન પણ છે. અનેક લોકોનો શાંતિધામના વિકાસ માટે સહકાર મળેલ છે પણ બધા નામનો ઉલ્લેખ કરવો શકય નથી.શાંતિધામના માનદ ચોકીદાર મેવાજી ઠાકોર તેમજ સફાઈ કામદાર ગલબાજી સહિત સૌના પ્રયત્નો પણ પ્રશંસનીય છે. શાંતિધામ માટે જેણે જેણે પણ જે જે પ્રકારે સહકાર આપ્યો છે એ તમામને કોટિ કોટિ વંદન..અભિનંદન.. આભાર આપણે સૌએ એકને એક દિવસે તો શાંતિધામ કે મુક્તિધામ ખાતે પહોંચવાનંું જ છે તો આ સ્થળો દિવ્ય, પવિત્ર અને સગવડતાપુર્ણ બને તે માટે આપણે સૌ સહકાર આપીને ધન્યતા અનુભવીએ તેવી પણ વિનંતી..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.