અંતકાલે ચ મામવ સ્મરન્મકત્વા કલેવરમ્‌ ! યઃ પ્રયાતિસ મનદાવં યાતિ નાસ્ત્યત્ર સંશય !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

અષાઢ ઉચ્ચારમ્‌ મેઘ મલ્હારમ્‌ બની બહારમ્‌ જલધારમ્‌ દાદુર ડક્કારમ્‌ મયુર પુકાારમ તડીજલ તારમ્‌ વિસ્તારજીના લહી સંભારમ્‌.. પૃથ્વીલોક પર જીવમાત્ર મેઘ પધરામણીથી પુલકીત થઈ ઉઠે છે.મેઘરાજાની મોડી પધરામણી કેવી વિહવળતા સર્જે છે એ આજે આપણે કાળઝાળ ગરમી,બફારા, ઉકળાટ વચ્ચે અનુભવી રહ્યા છીએ.જેઠ માસ પુરો થયો ને અષાઢના દિવસો ય કોરાધાકોર વાદળાં કયાંક કાળાં ડીબાંગ ચઢીને આશાની લહેરખી બાંધે છે ત્યાં પવન દેવના ઝોકે વિખેરાઈ જાય ત્યારે હૃદય-મન નિસાસા નાખીને કાળઝાળ ગરમી વચ્ચે મોંઘવારી, બેરોજગારીને તેમાંય શિક્ષિત બેરોજગારીએ યુવાધનને પાંગળું, વ્યસની આળસુ બનાવવાનું કાર્ય શરૂ કર્યું છે.ભારતમાં બિન સાંપ્રદાયિકતાને વરેલી લોકશાહીમાં કોરોના કોવીડ-૧૯ વાયરસે અર્થ વ્યવસ્થા સાથે માનવ રહેણીકરણીમાં પણ ઘણા ફેરફાર કરી નાખ્યા છેને બીજી લહેર શાંત થયા બાદ આરોગ્ય નિષ્ણાંતો કોરોનાની ત્રીજી લહેર આગામી ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં આવશે તેવી આગાહી કરી રહ્યું છે તો મેઘરાજાના રીસામણાં બહુ ભારે પડી રહ્યાં છે.ગઈકાલે સંયમપૂર્વક ભગવાને જગન્નાથજીની રથયાત્રા યોજાઈ ગઈ મેઘરાજાનું કયાંક હળવાં ભૂલાં પડેલાં છાંટા પડયા પણ ધોધમારની તાલાવેલી કયારે સંતોષાશે ? ધરતી માતા ઉકળાટ કરે છે જમીનમાં ધરબાયેલાં બીયારણ,ખાતરથી ફુટેલી કુંપળો ય સુકાઈ હવે તો શું થશે ? લોકડાઉન અને તે પછીના ગભરાટમાં ધંધા રોજગાર પડી ભાંગ્યા છે ને મોંઘવારી ચારે બાજુથી ડાચું ફાડીને હડીયાપાટુ મારે છે ત્યાં કેન્દ્ર,મંત્રીમંડળનું ઓચિંતું વિસ્તરણ થયું નવા ખાઉધરા મનખા દેહનો ઉમેરો થયો.હવે તેમના તગડા ખર્ચા પ્રજાએ જ ઉઠાવવાના ને તેના માટે જાેગવાઈ પણ કરવાની. એટલે પેટ્રોલ ડીઝલ,રાંધણગેસ પછી સીએનજી ગેસના ભાવ વધારીને એક ઝટકો પ્રજાને જાેરદાર માર્યો આ બધામાં આપણે ચૂપ રહીને રામમંદિરનું અદ્યતન નિર્માણ કરવું છે.અષાઢી બીજ ગઈકાલે રંગેચંગે સંપન્ન થઈ.હવે મેઘરાજાની પધરામણી થાય તો સારૂં બાકી તો પશુપાલકોની માઠી દશા છે.
આ બધામાં ‘મધ્યમ વર્ગ’ બહુ રીબાય છે ના કોઈને કહી શકે કે ના સહી શકે. ગરીબ બનીને અનેક લાભ લેતા તવંગરોને કોઈ રોકી શકતું નથી.એટલે જ મધ્યમ વર્ગ માઠી દશા ભોગવે છે.આજે બીપીએલ અંત્યોદય પરિવારોની સાચી તપાસ થાય તો દેશમાં સૌથી મોટું ષડયંત્ર મોંઘવારી વધારવાનું પકડાય.ગ્રામ પંચાયત, નગર, મહાનગર પાલિકાના તમામ વિસ્તારનાજે તે બીપીએલ અંત્યોદય લાભાર્થીઓની યાદી મુકવી જાેઈએ ને તેમના જીવનધોરણની પાંચ વર્ષે સમીક્ષા સક્ષમ અધિકારીઓની ટીમ સ્થાનિક નેતાઓ, કાર્યકરો સાથે થવી જાેઈએ ને તેમના જીવન ધોરણમાં કોઈ ફરક ના પડતો હોય તો તેમને કેન્દ્ર, રાજય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ લાભ કોણ ખાઈ ગયું તેની તપાસ કરી જવાબદારને કડકમાં કડક સજા થવી જાેઈએ.આજે ભારતમાં ફકત કહેવાની લોકશાહી છે પ્રજાને ચારે તરફથી ઘેરી લીધી છે.સામાન્ય ફોર વ્હીકલ ખરીદે તો તે વ્હીકલનો આજીવન રોડ ટેક્ષ ને બીજા ટેક્ષ તો ભરવાના પણ કોઈ મંત્રી, તંત્રી કે સચીવને તુક્કો સુઝયો ને જ્યાં રાષ્ટ્રીય માર્ગ પસાર થાય ત્યાં ટોલનાકા આડેધડ ઠોકી બેસાડયા.કેટલા કી.મી.ના અંતરે હોવા જાેઈએ તેની કોઈ મર્યાદા જ નહીં.અમારા બનાસકાંઠા-કચ્છમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે ને પ્રજા-નેતા મૌન વચ્ચે પાંચથી છ અડીખમ ટોલનાકા ઉભાં કરીને પ્રજાને નજરકેદ કરી નાખી.રાજયની એસ.ટી.બસમાં ર૦ કી.મી.ની મુસાફરી કરે તો રૂપિયા પાંચ એસ.ટી.બસમાં મુસાફરે કાયદેસર ભાડા ઉપરાંત ટોલટેક્ષના ભરવાના આ લોકશાહી વાહ રે..સરકાર વાહ ગુલામી પછીની લોકશાહી આવી હશે તે પ્રજાએ કયારેય વિચાર્યું નહીં હોય.લોકસેવક ચૂંટાતાં જ પગાર ભથ્થાંને પેન્શન શરૂ થાય જયારે સખત મહેનત કરીને ભણેલા ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરેલા યુવાધનને ‘કંડકટરી કે જમાદારી’ ને લાયક પણ ન ગણવામાં આવે ધન્યવાદ છે.આ સમજદારીને પરંતુ બોલાય નહીં હિંદુ રાષ્ટ્ર બનાવવું છે.ભારત માતા કી જય..વંદે માતરમ્‌…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.