ભિન્ન મતોની માન્યતા, દર્શનનાં સિદ્ધાંત ! ધર્મ છૂટયો, ગુંચવણ વધી, સર્વ થઈ ગયા ભ્રાંત !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત 125

ભાઈ બહેનના પવિત્ર પ્રેમને પ્રદર્શિત કરતું પર્વ એટલે રક્ષાબંધન.બહેન પોતાના ભાઈના સર્વત્ર સુખ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીને ‘રક્ષાબંધન’ કરે છે.આપણે ગત રવિવારે આ પર્વને ઉજવ્યુંં.રવિવાર બે તો આ વર્ષે નોકરીયાતની બે રજા બગાડી હો.. ૭પ મો સ્વાતંત્ર્ય દિન અને રક્ષાબંધન રવિવારે આવ્યા ત્યારે થોડી તો વિહવળતા થાય પરંતુ શુક્ર-શનિ-રવિની ત્રણ રજા સળંગ માણ્યાનો કેટલાકે આનંદ પણ લુંટયો.હક્ક અને ફરજની આંટીઘુંટીમાં માનવને હક્ક બહુ મજબુતાઈથી જાેઈએ છે એટલી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવી નથી. નોવેલ કોરોના કોવિડ-૧૯ વાયરસ ભારતમાં રર મી માર્ચ ર૦ર૦ થી આક્રમણ તેજ કર્યું ને એ પછી લોકડાઉનમાં સમગ્ર ભારત ઘણા સમય માટે સર્વક્ષેત્રે લોકડાઉન રહ્યું. પરિસ્થિતિ સુધરતાં છૂટછાટ મળવા લાગી પરંતુ હજુુ ‘શિક્ષણ’ નું તો સટપટર જ છે. અભ્યાસ વગરનું શિક્ષણને વર્ગખંડ કે ઓનલાઈનમાં પીરસવું શું ? બસો પાંચસો કી.મી.ની મુસાફરી કરીને નોકરી સ્થળે માનવ દેહ લઈને ભાગદોડની જંજાળમાંથી આવ્યા હોઈએ ત્યાં આ શિક્ષણના ધામમાં નિંદર રાણી સિવાય જ્ઞાન તો કયાંથી પ્રગટવાનું ? પુસ્તક કે ન્યુઝપેપર વાંચવાનો સમય જ કયાં મળે છે ? લાંબી મુસાફરીનો થાકને કાળઝાળ મોંઘવારીમાં પરિવારનું ભરણપોષણ કરવા સાઈડ બીઝનેસમાં દોડધામ બિચારો આ જીવ કરે પણ શું ? સંસારમાં રહીને વ્યવહાર તો કરવાના ને ? હૃદય-મનની ગડમથલમાં કયાં શિક્ષણની સરવાણી ફૂટે હમણાં અમારા બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીએ પ્રમાણીકતાથી દાંતા, વડગામની ૮૦ જેટલી પ્રાથમિક શાળાઓની વિઝીટ કરી જેમાં વિદ્યાર્થી વગરની શાળાઓમાં શિક્ષકોની ગુલ્લીબાજી સહિત ઘણું બધું જાેવા મળ્યું ત્યારે એમ થાય કે જે તે શાળાના આચાર્ય, કલસ્ટરના સી.આર.સી.,બીટ કેે.નિ.અને ટીપીઓની ભૂમિકા કેવા પ્રકારની હશે ? હજુ સાચી તપાસ થાય તો કોણ કયાં ? શિક્ષણક્ષેત્રે છેલ્લા દોઢ બે વર્ષમાં એવું બ્રહ્મજ્ઞાન આપ્યું કે કોઈપણ જાતના અભ્યાસ કે બોર્ડ યુનિ.ની ડીગ્રી પરીક્ષાઓ આપ્યા વગર પરિણામ મેેળવી પ્રમાણપત્ર પ્રાપ્ત કરી શકાય છે.હવે તમે જ કહો, ‘શિક્ષણ’ એ વર્ગખંડ કે ઓનલાઈન કયાંય લીધું ના હોય ને પુસ્તકની સામે નજર સુધ્ધાં ના કરી તોય ઉચ્ચ ટકાવારી પ્રાપ્ત કરી શકાય તે જ્ઞાન કેવું ને જે તે ક્ષેત્રમાં કેવાં પરિણામો એ શિક્ષણ જ્ઞાનથી બહાર આવે બહુ શાંત ચિત્તે ચિંતન-મનન કરજો તો જ સમજાશે બાકી તો ‘જયશ્રી’ રક્ષાબંધનનું પર્વ સંપન્ન થતાં જ સાતમ-આઠમના તહેવારો, મેળાઓનો થનગનાટ શરૂ થઈ જાય છે.મેઘરાજાની ધમાકેદાર ઝડીઓ બંધ થઈ ઝરમર ઝરમર ઠંડક આપતાં છાંટણાં વરસતા હોય પરંતુ આ વર્ષે તો મેઘરાજા હજુ સુધી કંઈ મહેર કરી નથી એટલે ‘ધોધમાર’ ની જ આશા સળવળાટ કરી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં એક સારા સમાચાર વિરાંજલી વૃક્ષ મહોત્સવ પછી બીજા મળ્યા છે.બનાસ ડેરી દ્વારા દર વર્ષે એક કરોડ વૃક્ષ વાવવામાં આવશે.વિરાંજલી વૃક્ષ મહોત્સવમાં જંગલો ફુટી નીકળ્યાં છે જે નેતાઓના હૃદય-મનનો થનગનાટ જ છે. અત્યારે એક બીમાર વ્યક્તિને હોસ્પિટલમાં વીસ જણા સેવાભાવી લોકો ભેગા થઈ એક ફળ આપતા ફોટો પડાવે ને એ દર્શને કેટલી રાહત થાય તેવું આજકાલ નેતાઓ ઠેરઠેર વૃક્ષારોપણ કરી રહ્યા છે.આ વૃક્ષારોપણના ય ઉઘરાણાં ઉજવણી થાય હો..છેવટે આત્મનિર્ભર તો બનવું જ પડશે ને ?
વાચક મિત્રો શ્રાવણી જુગારીયા કયાંક પકડાશે કયાંક દોડાદોડ કરશે છેવટે શ્રાવણીયો જુગાર રમીને આનંદ તો મેળવવો છે ને ? વૃક્ષારોપણ ને પ્રાણ પ્રતિષ્ઠા કયાં કોની થાય છે એ દિવસભર ચિંતન-મનન કરશો તો બહુ મજા આવશે.ભગવાન ભોળાનાથ શિવશંકર મહાદેવની ઉપાસના-આરાધના કરતાં કરતાં સોળ દિવસ તો પુરા કયાં ને આજે સત્તરમા દિવસનો અભિષેક ઉપવાસ, એકટાણું ફરાળ સાથે કરીશું.બાકી સદાશિવ ભોળાનાથ સૌનું કલ્યાણ કરે મનોકામના પૂરી કરે. બહુ વૃક્ષો વાવો ઉછેરવાનો સંકલ્પ ના કરતા હોં.. વાવેલા બધાને ઉછેરવા કોઈને નથી આ આજની માનસિકતા સુધરે તે જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.