નિજ નિજનાં સ્વાર્થ પ્રતિ, થયો અમિત અનુરાગ !

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

રાજયમાં નવા મંત્રીમંડળ સાથે સુશાસન સ્થાપા માટેના પ્રયત્નો તેજ બની ગયા છે.કોઈપણ વિસ્તારના માર્ગ બગડયા હોય તો માર્ગ મકાનમંત્રી પૂર્ણશ મોદીએ એક વોટસઅપ નંબર જાહેર જનતા માટે મૂકયો.જેમાં પ્રજામાંથી જાગૃત નાગરિક આ વોટસઅપ પર જે તે રસ્તાના ફોટા,મરામતવાળા સ્થળનું પૂરેપૂરૂં સરનામું મોકલનાર વ્યક્તિનું નામ-સરનામું, ગામ તાલુકા, જિલ્લા પીનકોડ નંબર સાથે મોકલી આપશે તો આગામી પહેલી ઓકટોબરથી દશમી ઓકટો.સુધીમાં આ અભિયાન છે.પ્રથમ દ્રષ્ટીએ જ આ નિર્ણય યોગ્ય લાગે ને દરેક ખાતાઓમાં આવું થવું જાેઈએ.પ્રજાની મુશ્કેલીઓ કેવા પ્રકારની છે એ તો જે તે ખાતાના મંત્રીઓને ધ્યાનમાં આવે ને ? સુશાસન સ્થાપનાનું માર્ગ મકાન ખાતાના મંત્રીનું આ યુગ પ્રમાણે શ્રેષ્ઠ ગણાવી શકાય ? પ્રજાના સાચા ખોટા પ્રશ્નોની જાણ થાય જે વિસ્તારમાં ભ્રષ્ટાચારીઓ નાણાં ચાઉં કરી કેન્દ્ર રાજય સરકારને બદનામ કરવાની ચેષ્ટા કરતા હોય એ પણ ઝડપભેર પ્રામાણિક નેતાઓ અધિકારીઓના ધ્યાને ઓ. આધારકાર્ડ લીકીંગ કરવાની જે ઢબ નાણાંકીય ક્ષેત્રે જ બહુ દબાણપૂર્વક ચાલે છે એ પ્રક્રિયાને જાે મતદાર યાદી સાથે જ લીંક કરવામાં આવે તો સાચી લોકશાહી ઉજાગર થાય તેવું ચોક્કસ કહી શકાય.આજે ગુજરાતના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકા અને બીજી નગર પાલિકાઓની સામાન્ય પેટા ચૂંટણીઓનો સમય ચાલી રહ્યો છે ત્યારે બહુ તેજસ્વી સચિવો, નાયબ સચિવો જાે લોકશાહીલક્ષી સુશાસન સ્થાપવું જ હોય તો પહેલાં મતદારયાદી-આધારકાર્ડ લીંક થવું જ જાેઈએ. રાજકીય મથામણમાં આ શકયતા લોકો બહુ ઓછી જુએ છે. કારણ કે આગળની ચિંતન રત્નકણીકામાં આપણે ચર્ચા કરી જ ચૂકયા છીએ કે એક મતદાર અનેક જગ્યાએ ચૂંટણીકાર્ડ ધરાવી જે તે સમયે મતદાન કરે છે હવે આવા બોગસ મતદારોને જાે પકડવામાં આવે તો લોકશાહીને ટકાવી શકાય.બીજું ગરીબો ખેડૂતોના લાભો નોકરીયાત વર્ગ જે ટોપ ઓફ કક્ષાએ બેઠા હોય છે તે સરળતાથી લઈ લે છે ને સાચા લાભાર્થીઓ સદા ટળવળતા નિસાસા નાખતા રહે અમારૂં કોણ ? અમારે કયાં કોઈની લાગવગ છે કે બીજું છે ? ઘરવિહોણાને ઘરની ઘર યોજનામાં બે ત્રણ માળના જુના બંગલા પાડીને સાડા ત્રણ લાખ સરકારની તિજાેરીમાંથી હડપ કરનાર વર્ગની સંખ્યા ઓછી નથી ત્યાં બધાં સંડોવાયેલા હોય છે. કોણ કોને કહે ? સાડા ત્રણ લાખમાંથી અઢી લાખ મળે અને એક લાખ ટુકડામાં નાખો ટુકડો તો અધિકારી આપડો, ભ્રષ્ટાચાર, ભેળસેળ, સંગ્રાહખોરી, સટ્ટાખોરી જાે નાબુદ થાય તો સાચા અર્થમાં રામ રાજય આવે.આ કોલમ લખું છું ત્યાં જ આદ્યશક્તિ માં અંબાધામમાંથી સમાચાર પ્રાપ્ત થાય છે કે માઈ ભકતોએ માં અંબાના ચરણોમાં ધરેલી ૩૮૬ કિલો ચાંદી બીલકુલ નકલી. વિચાર કરો કે દેવ દેવીઓને આ ભ્રષ્ટાચારીઓ છોડતા નથી એટલે માનવ અને પશુના નામે તો મોટા ભ્રષ્ટાચાર, ભેળસેળ ચાલે તેમાં નવાઈ શું ? ગુજરાતમાં જ નકલી ઘી, તેલ અને બીજી ચીજવસ્તુઓનું બજાર કેટલું જાેરમાં છે ? ખાદ્યતેલના ભાવો રૂા.ર૬૦૦ થી ૩૦૦૦ આસપાસ પહોંચ્યા છે.છતાં શુદ્ધ તો નથી જ મળતું. શું આપણા અધિકારીઓને ખબર નથી ? ગુજરાતમાં દારૂબંધી છે છતાં બધી બાબતોથી કોઈ અજાણ નથી પરંતુ જેમ ચૂંટણીના ખર્ચા વધ્યાને તે પછી પદ પ્રાપ્ત કરવા પણ ઠેર ઠેર ટુકડા નાખવા પડે ને પછી પદ મળે તે બધું કાઢવું કયાંથી ? આપણે ગયા લેખાંકનની હેડલાઈન બનાવી હતી કે મંત્રીમંડળ દલવાથી શું જ્યાં સુધી ભ્રષ્ટાચાર, ભેળસેળ, સંગ્રાહખોરી અને સટ્ટાખોરી નામના ચાર રાક્ષસોનું દહન ના થાય ત્યાં સુધી તો બધું જ રામોરામ..અમારે જી.એસ.ટી.પેટ્રોલ, ડીઝલ પર લાવવી છે પણ શીવસેના, કોંગ્રેસ વિરોધ કરે છે.અલ્યા ભાઈ તમારાથી સુશાસનની શરૂઆત કરો પ્રજા તમારી વાહ વાહ કરશે.અત્યારે તમારી ઠેર ઠેર બહુમતીવાળી સરકાર છે તે રાજયમાં તો જીએસટીનો અમલ પેટ્રોલ ડીઝલમાં કરો.ના એ વાત કોઈ તજજ્ઞ કે બૌદ્ધિક બોલી ના શકે નહીંતર તજજ્ઞનું જ્ઞાન બુઠ્ઠું થઈ જાય. કયાંય કોઈ બોલાવે નહીં બસ અત્યારે અહીં અટકીએ.. ભારત માતા કી જય.. વંદે માતરમ્‌…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.