ના કર, ના કર બાવરા, ના કર વાદવિવાદ ! ખેંચ ખાલ ન વાળની, ચાખ ધર્મનો સ્વાદ !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત 176

કોરોનાની ત્રીજી લહેર બાબતે અનેક પ્રકારની ચર્ચા વચ્ચે એક આનંદના સમાચાર એ મળ્યા છે કે ધરતી પર ચાર નહીં પરંતુ પાંચ મહાસાગર છે.ઈન્ડીયન, એટલાન્ટીક, પેસીફીક,આર્કેટીક એમ ચાર મહાસાગર વિશે આપણે ભણ્યા હતા.‘ગુરૂજી’ એ સમજાવે પરંતુ પાંચમો મહાસાગર વિશે આપણે સધર્ન ઓશન (દક્ષિણ મહાસાગર) આ મહાસાગરનું નવું નિર્માણ નથી થયું લાખો વર્ષો છે પરંતુ તેને અલગ મહાસાગર તરીકે ઓળખવાની શરૂઆત થઈ.હવે ધરતી લોક પર ઘુઘવતા પાંચ મહેરામણ છે.કાળઝાળ ગરમી બફારા વચ્ચે અડધા ઉપર જેઠ માસ પૂર્ણ થયો.શાળાઓમાં ધો.૧૦ એસ.એસ.સી.અને ધો.૧ર એચ.એસ.સી.ભણ્યા વગરના પરિણામો પણ આગામી દિવસોમાં જાહેર થશે. ચૂંટણીઓ અને રાજકીય સમારંભો ગમે તેવા થઈ શકે. મંદીર મસ્જીદો ખુલી શકે તો શાળાઓમાં વિદ્યાર્થીઓને ગાઈડલાઈન મુજબ કેમ ન બોલાવી શકાય ? ખાનગી ટયુશન કલાસીસોને શાળાઓનો ધમધમાટ ચાલે છે ત્યાં કોઈ રોકતું નથી.નોવેલ કોરોના કોવિડ-૧૯ એ ભયંકર વાયરસ છે એ વિશે લેશમાત્ર બેકાળજી રાખવી ન જાેઈએ પરંતુ સંક્રમણ ફેેલાવવામાં જેઓ મહત્વનું માધ્યમ બને છે તેમના પરનો કોઈ અંકુશ છે જ નહીં ત્યાં સ્થિતિ દલા તરવાડી જેવી છે.પચાસ સો શું કામ તું તારે પંદર હજારથી લાખ માણસો ભેગા કરીને ચૂંટણી પ્રચાર કર તને કોઈ નહીં રોકી શકે.જન્મ દિવસોને ઉત્સવો ધમાકેદાર ઉજવાય પ્રિન્ટ ઈલેકટ્રોનિક મીડીયાની કલીક થાય ત્યાં માસ્કને થોડી વસ્તી બતાવાય. બાકી તો બધું દે ધનાધન ત્યાં કોરોના સંક્રમણની કોઈને ચિંતા નથી.ધર્મ એ જીવન જીવવાની ઉમદા કળા છે ને તે આવી બાબતે તેને જાહેર કરવાનું પણ શીખવે છે. ધર્મ એ હિંદુ મુસ્લીમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, યહુદી જેવા સંપ્રદાયનું કોઈ ઘેટું નથી કે તેને કોઈ એક વાડામાં પૂરી રાખો.વિશાળ ફલક પર ઉમદા જીવન જીવવાની પદ્ધતિ શીખવે.સંસ્કારનું સિંચન માનવ જીવનમાં કરે એ જ સાચો ધર્મ બાકી સંપ્રદાય એ તો સમાજ પારિવારિક વ્યવહારો માટે બરોબર છે તેને જીવન જીવવાની કળા ના બનાવી શકાય. એ તો તમારા વ્યવહાર માટે છે.ધર્મગ્રંથો, ધર્મસ્થળો, ધર્માત્માઓ જીવન જીવવાની કળા શીખવી જીવસૃષ્ટીમાં સુખશાંતિની સ્થાપના થાય તેવા પ્રયત્નો કરે છે.કોઈ ધર્મગ્રંથ, સ્થળ પુરૂષ વિવાદાસ્પદ ભૂમિકામાં કંઈ રજુ નથી કરતા એ તો વિશાળ ફલક પર સર્વદા સૌ સુખી થાઓની ઉમદા ભાવના સાથે પોતાના સુસંસ્કાર બીજનું માનવ સમાજમાં વાવેતર કરે છે કે જે થકી અન્ય જીવો, પર્યાવરણનું જતન માનવ દ્વારા થાય પરંતુ આજે ધર્મ પૃથ્વીલોક પર કંઈ સ્થિતિમાં મુકાયો છે એ સૌ કોઈ જાણે અનુભવે છે.ખરેખર ધર્મ કે સંપ્રદાયને રાજકીય સ્ટંટ કે સ્વાર્થ સાધવા પૂરતું જ પહેરાવવામાં આવે છે ત્યારે સમાજ, પરિવાર, રાજય, દેશમાં અંધાધુંધી ફેલાવવાનું માધ્યમ બની રહે છે જેને જીવન જીવવાની કળા સાથે કંઈ જ નિસ્બત-નાવા નીચોવવાનો સંબંધ હોતો નથી. છતાં સંપ્રદાયને આપણે ધર્મનો આંચળો ઓઢાડીને આગળ કર્યે રાખીએ છીએ.રાજકારણીઓને બહુ ફાવટ આવી ગઈ છે.હો..ધર્મના નામે બે જુથ હૃદયમાં અગ્નિ, રાગ,દ્વેષ રાખીને સતત લડતા રહે તો જ તેમની ખીચડી સરળતાથી પાકે છે.આજે દુઃખ સાથે કહેવું પડે છે કે જ્યાં આપણે હૃદય મનની શાંતિ માટે જઈએ છીએ તેવા ધર્માદા સ્થળો જાણે એક વેપારી પેઢી જેવા બની ગયા હોય તેવું જ લાગે.આ હાટડી ખોલીને બેઠા હોય તેમની નજર સાંજ પડે દાનપેટી કે દાનની પાવતીઓ કેટલી ફાટી તેના પર જ હોય છે.હમણાં જ એક ભાઈ વાત વાતમાં કહેતા હતા કે ગૌશાળાઓનો રાફડો ફાટયો હોવા છતાં ગામડાં,નગરોમાં પોતે હેરાન થતું ને બીજાને હેરાન કરતું ગૌ-ગૌવંશનું ટોળું જ દેખાય છે.કોઈ ગૌશાળા, પાંજરાપોળને કહો કે દશ આખલા છે રાખશો તો ઝડપથી ના પાડશે.અમારે ત્યાં ગાયોનું લાલન પાલન થાય છે આખલાનંુ નહીં. તો હવે હિંદુ તરીકુ આપણે શું બોલવાના ને ? છેવટ નજર પડે કયાંક તો કયાંય ‘ભેસ શાળા, બકરી, ગધેડા, કુતરા શાળા નથી સ્થપાઈ કે તેના નામે દાન ગ્રાન્ટ નથી ઈસ્યુ થતું છતાં ભેંસ બકરી, ગધેડો રખડતા જાેવા મળતા નથી.જય હો ભારત માતા કી જય.. ગાય માતા કી જય..સૌનું કલ્યાણ થાઓ બસ એ જ ભાવના સહ..જયશ્રીરામ..
યશપાલસિંહ ટી.વાઘેલા (થરા)મો.૯૪ર૮૬૭૮૬૯૯


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.