દિન પર દિન એળે ગયા, ડરતા કોરોના ભયે ! શિક્ષણની થઈ પરીક્ષાને, પરીક્ષા રદ કોરોના ભયે !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત 227

બાવીસમી માર્ચ બે હજાર વીસથી ભારતમાં મહામારીનો આતંક શરૂ થયો ત્યારથી શિક્ષણની પરીક્ષા શરૂ થઈ છે ને પરીક્ષા પણ પરીક્ષામાં ગડમથલ કરતી જાેવા મળે છે.નોવેલ કોરોના કોવિડ-૧૯ ચીનના વાયરસજન્ય અખતરામાંથી ઉદભવી વિશ્વના ઘણા દેશોમાં હાહાકાર મચાવ્યો જેમાં આપણા દેશમાં ભયંકર અસરો જાેવા મળી રહી છે.શિક્ષણથી માંડીને વેપાર ધંધા લગભગ ઠપ્પ છે.પેટ્રોલ,ડીઝલ,સોના ચાંદી સિવાય બધું જ મંદીમાં ચાલી રહ્યું છે.કયાં કોને શું કરવું તેની કોઈને ખબર નથી.નોવેલ કોરોના કોવીડ-૧૯ નું સંક્રમણ ના વધે તે માટે ભારત સરકારે તો બાવીસમી માર્ચ બે હજાર વીસથી વિશ્વના દેશોના અનુભવના આધારે કડક પગલાં ભરવાની શરૂઆત રી હતી.જેમાં કોરોનાના પ્રથમ તબક્કો શરૂ થયો હતો જેમાં લોકો એકબીજાને મળે જ નહીં ને ઘરમાં રહે તેવા ઉદ્દેશથી લાંબા સમયનું લોકડાઉન તબક્કાવાર અમલમાં આવ્યું પરંતુ કોરોનાની બીજી લહેરમાં કેટલીક ચૂંટણી આવતાં બધું ગડબડ રડગડમાં ચાલ્યું ને તેને ગુજરાત સહિત કેટલાક રાજયમાં હાહાકાર મચાવ્યો પરંતુ હજુ સુધી સરકારના ચોપડે ‘મૃત્યુઆંક’ આવ્યા નથી ત્યાં બીજી કોરોના લહેર હળવી થઈ છે.ત્યાં વિશ્વ આરોગ્ય નિષ્ણાંતો જાહેર કરી રહ્યા છે કે જુનના અંતમાં કે જુલાઈ ઓગષ્ટમાં ત્રીજી કોરોનાની લહેર આવી રહી છે.આ બધા વચ્ચે ગઈકાલથી ગુજરાતમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થયું ને વિદ્યાર્થીઓને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ઓનલાઈન જ શિક્ષણ આપવાનું છે ત્યાં સ્કૂલ,કોલેજમાં વાલીઓ, વિદ્યાર્થીઓ ધો.૧૧ અને પ્રથમ વર્ષમાં એડમીશન માટે ધક્કા ખાઈ એટલા માટે રહ્યા છે કે મોડા જઈશું તો શાળા કોલેજના સત્તાધીશો કહેશે કે એડમીશનની મર્યાદા પૂરી થઈ ગઈ.અત્યારે એવો જવાબ મળે છે કે ધો.૧૦, ધો.૧ર ની માસ પ્રમોશનની બોર્ડની માર્કશીટ આવ્યેથી જ પ્રવેશ આપીશું. હવે આ અવઢવમાં કોને શું કરવું એ બાબતે હાલમાં તંત્ર પણ ચૂપ છે. ત્યાં બિચારા વાલીઓ, વિદ્યાર્થીઓ કરે શું ? સેલ્ફ ફાયનાન્સ શાળા કોલેજાે તગડી ફી ઉઘરાવીને પોતાની હાટડીઓ ચલાવે છે.જયાં કોઈ રોકટોક નથી. સરકારી ગ્રાન્ટેડવાળા તો કોઈને કોઈ રીતે ગભરાય ને ? રાજયમાં આગામી દિવસોમાં પરિસ્થિતિ થોડી નિર્માણ થશે કે પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હશે ને શાળા કોલેજ સરકાર નીતિ નિયમ પ્રમાણે પ્રવેશની મનાઈ કરશે કે અમારી શાળા કોલેજમાં વિદ્યાર્થીઓની મર્યાદા કરતાં વધુ પ્રવેશ અપાયો છે.હવે કયા વર્ગમાં બેસાડીએ તો શાળા કોલેજાે નિયમિત ચાલુ થાય તો વર્ગખંડોની સમસ્યા રહેશે. સામે ચોમાસુ માથે ઝઝુમી રહ્યું છે.એટલે વૃક્ષ નીચે બેસાડીને કંઈ અભ્યાસ કરાવી શકાય તેવી સ્થિતિ નથી.આમ શિક્ષણ શરૂ નિયમિત ગતિએ થાય તોય ગડમથલ તો છે જ.કોરોનાની ત્રીજી લહેરનો ખતરો જાેતાં શાળા કોલેજાે નિયમિત થતાં તો વાર લાગશે ત્યારે ઓનલાઈન શિક્ષણમાં નેટવર્ક કયાં ?આપણે હજુ એટલા બધા અદ્યતન ટેકનોલોજીવાળા બન્યા નથી કે જ્યાં બેસો ત્યાં મોબાઈલમાં નેટવર્ક આવે. અમારૂં બીએસએનએલ તો ઈસ રૂટ કી સભી લાઈને વ્યસ્ત હૈ ઈંતજાર કરે..તો જીઓ કોરોનાનો ડર બતાવી ઘરમાં જ રહો સુરક્ષિત રહોની ધુન વગાડી નેટવર્કની અવધિ પૂર્ણતાના આરે છે તેવા મેસેજ મોકલીને નેટવર્કને બંધ કરી દે ત્યારે વાલીઓ, વિદ્યાર્થીઓને શાળા કોલેજાે ‘શિક્ષણ’ નું કરે શું ? મહામારીમાં લોકોના જીવ બચાવવા એ પણ સૌથી મોટો પ્રાણ પ્રશ્ન છે.જેમાં થોડી ઢીલ ન ચલાવી લેવા આ બધા વચ્ચે શિક્ષણની પરીક્ષા અને પરિક્ષાની એ પરીક્ષા થઈ રહી છે.શિક્ષણના ઉઘરાણા વાલીઓ પાસેથી બંધ નથી થતાં એ વાત સો ટકા સાચી છે.
વાચક મિત્રો ઝડપથી આ મહામારીમાંથી દેશ મુકત થાય સર્વત્ર સુખશાંતિની લહેર પ્રસરે, શિક્ષણમાં કલમ, નોટબુકને વર્ગખંડની નક્કર ભાઈબંધી થાય, ટયુશનની અને સેલ્ફ ફાઈનાન્સની હાટડીઓ પર થોડીક તપાસ થાય તો નવા શૈક્ષણિક વર્ષમાં આ નાનકડી ચિંતન ચિનગારી દ્વારા શિક્ષણમાં દિવ્ય જયોત પ્રગટાવી શકીશું. બાકી શિક્ષણ અંધકારની ખાઈમાં ધકેલાઈ ગયેલ છે. જરા ચિંતન કરશો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.