
વિશ્વમાં અબજોપતિઓની સંખ્યા ઘટવા પામી
વૈશ્વિક અર્થતંત્રમાં મંદીથી ચાલુ વર્ષે વિશ્વના અજબપતિઓની સંખ્યામાં 8 ટકાનો ઘટાડો થયો છે.જ્યારે ભારતમાં 16 નવા અબજપતિ બન્યા છે.આ 16માં પ્રથમ ક્રમે રાકેશ ઝુનઝુનવાલાનો પરિવાર છે તેમના નિધન બાદથી તેમની પત્ની વર્તમાનમા કારોબાર સંભાળે છે.આ સિવાય એમ૩એમ હુરુન ગ્લોબલ ધનિકોની યાદી અનુસાર 2023માં સમગ્ર વિશ્વમાં 99 શહેરોના 18 ઉદ્યોગોથી 176 નવા અબજપતિ બન્યા હતા.ત્યારે વર્ષ 2022માં 3,384 અબજપતિ વિશ્વમાં હતા ત્યારે 2023માં તેમની સંખ્યા ઘટીને 3,112 રહી ગઈ છે.આ તમામ 69 દેશોથી છે અને તે 2,356 કંપનીઓના માલિક છે.આ સિવાય પાંચ વર્ષમાં ભારતીય ધનિકોની સંપત્તિ 360 અબજ ડોલર વધી છે,જે હોંગકોંગની જીડીપી સમાન છે.જેમાં એમેઝોનના જેફ બેઝોસની સંપત્તિમાં ચાલુ વર્ષે 70 અબજ ડોલરનો ઘટાડો થયો છે જે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને થયેલા નુકસાનથી વધુ જોવા મળે છે.ભારતમાં 187 અબજપતિ રહે છે.આ સિવાય ભારતીય મૂળના અબજપતિઓ 217 છે.