વિશ્વમાં અનામત જથ્થામાંથી 10 કરોડ બેરલ ક્રૂડ બજારમાં ઠાલવવામા આવશે

Business
Business

દેશમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવ વિક્રમી સપાટીએ છે. જેને કારણે મોંઘવારીમાં વધારો થયો છે. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવના કારણે વિશ્વના મોટાભાગના દેશો પરેશાન છે. ત્યારે અમેરિકાના સૂચન પછી ભારત,ચીન,જાપાન સહિતના અગ્રણી દેશો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ નીચા લાવવા માટે અનામત જથ્થામાંથી ક્રૂડ બજારમાં ઠાલવશે. આ પ્રક્રિયાના ભાગરૂપે કેન્દ્ર સરકારે સૌપ્રથમ વખત તેના અનામત જથ્થામાંથી 50 લાખ બેરલ ક્રૂડ રિલિઝ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ પગલાંથી આગામી સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે.આગામી વર્ષના પ્રારંભમાં દેશમાં ઉત્તરપ્રદેશ-પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ સરકાર માટે સમસ્યા ઊભી કરી શકે છે. આવા સંજોગોમાં દિવાળી પૂર્વે મોદી સરકારે પેટ્રોલમાં રૂ.5 અને ડીઝલમાં રૂ.10નો ઘટાડો કરી સામાન્ય લોકોને રાહત આપી હતી. હવે કેન્દ્ર સરકારે લોકોને વધુ રાહત આપવા માટે અનામત જથ્થામાંથી ક્રૂડ ઓઈલ બજારમાં લાવવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું.ભારત તેના પૂર્વ અને પશ્ચિમ દરિય કાંઠે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ અને કર્ણાટકમાં વ્યૂહાત્મક રીતે ત્રણ જગ્યાએ અનામત જથ્થાનો સંગ્રહ કરવાની અન્ડરગ્રાઉન્ડ સુવિધા ધરાવે છે. જ્યાં 3.8 કરોડ બેરલ ક્રૂડ ઓઈલનો સંગ્રહ થઈ શકે છે. સરકાર આ જથ્થામાંથી 50 લાખ બેરલ ક્રૂડ ઓઈલનો જથ્થો રિલિઝ કરશે તેમ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું. પરંતુ આગામી 7 થી 10 દિવસમાં જથ્થો રિલિઝ થવાની શક્યતા છે. અમેરિકા સહિતના દેશો સાથે ચર્ચાવિચારણા કર્યા પછી અનામત જથ્થામાંથી ક્રૂડ રિલિઝ કરવા અંગે નિર્ણય લેવાશે. જેમાથી 50 લાખ બેરલ ક્રૂડ ઓઈલ મેંગલોર રીફાઈનરી અને ભારત પેટ્રોલીયમને આપવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.