ઘઉંની નિકાસ પર આગામી જૂનમાં નિયંત્રણો લદાય તેવી શક્યતાઓ
દેશમાં ઘઉંનું ઓછું ઉત્પાદન અને ઉંચા ભાવને કારણે સરકાર જૂન મહિનામાં તેની નિકાસ પર કેટલાંક નિયંત્રણો કે અંકુશો લાદી શકે છે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.આમ બજાર ભાવ ઉંચા રહેવાથી સરકાર દ્વારા બફર સ્ટોક માટે ટેકાના ભાવે ઘઉંની પ્રાપ્તિ 444 લાખ ટનના લક્ષ્યાંકથી લગભગ અડધી 195 લાખ ટન રહી છે.આ સિવાય ભયંકર ગરમીને કારણે ચાલુ રવી સીઝનમાં ઘઉંનું ઉત્પાદન ઘટીને 10.5 કરોડ ટન રહેવાનો અંદાજ છે,જ્યારે ગત વર્ષે 10.96 લાખ ટન પાક થયો હતો.ઘઉંના ભાવ વધતા તેના લોટની સરેરાશ કિંમત રૂ.32.91 પ્રતિ કિગ્રા સુધી પહોંચી ગઇ છે,જે ગત વર્ષની તુલનાએ 13 ટકા ઉંચી છે.ભારતે એપ્રિલ મહિનામાં 14 લાખ ટન ઘઉંની નિકાસ કરી છે.આમ વધતી નિકાસ માંગ વચ્ચે મે મહિનામાં દેશમાં 15 લાખ ટન ઘઉંની નિકાસ થવાની અપેક્ષા છે.જે એપ્રિલ 2021માં 2,42,857 ટન ઘઉંની નિકાસ કરાઇ હતી.