ઘઉં પરની આયાત ડયૂટી નાબુદ થાય તેવી શક્યતાઓ

Business
Business

ઘરઆંગણે ઘઉંના પ્રવર્તી રહેલા ઊંચા ભાવને ધ્યાનમાં રાખી સરકાર ઘઉં પરની ઈમ્પોર્ટ ડયૂટી નાબુદ કરવા અથવા તો ઓછી કરવા અને ટ્રેડરો માટે સ્ટોક લિમિટસ લાગુ કરવા વિચારી રહી છે.આમ વર્તમાન ઊનાળામાં હીટવેવને કારણે ઘઉંના ઉત્પાદન પર અસર પડી હતી,જેને પરિણામે સરકારે મેમાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની ફરજ પડી હતી.ટ્રેડરો માટે સ્ટોક લિમિટસ લાગુ કરવાથી પણ ઘઉંના ભાવ નીચે લાવવામાં મદદ મળશે. જેમાં ગયા સપ્તાહના અંતે ઘઉંના ભાવ ભારતીય બજારોમાં પ્રતિ ટન રૂ.૨૪,૦૦૦ બોલાતા હતા,જે મે મહિનાની સરખામણીએ ૧૪ ટકા ઊંચા રહ્યા છે. મેમાં સરકારે નિકાસ પ્રતિબંધ મૂકયા બાદ ઘરઆંગણે ઘઉંના ભાવ તૂટયા હતા.આ અગાઉ ભારતે નાણાં વર્ષ ૨૦૧૭-૧૮માં ઘઉંની આયાત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.