
આગામી બજેટમાં પી.પી.એફની રોકાણ મર્યાદામાં વધારો થવાની સંભાવનાઓ જોવા મળી
સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં બચત પર આવકવેરા અને કરમુક્તિના સંદર્ભમાં નોકરીયાત લોકોને નિરાશ કર્યા છે.જેમાં દેશમાં વધતી જતી મોંઘવારી,રોજગાર અંગેની અસમંજસ,બેંકલોનના દરમાં વધારો અને ઈએમઆઈના વધતા બોજને કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે.ત્યારે આ સમસ્યાઓ વચ્ચે નાણામંત્રી દ્વારા આગામી 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રીય બજેટ 2023માં સામાન્ય જનતા તેમજ નોકરીયાત વર્ગને વધુ પ્રાધાન્ય મળે તેવી સંભાવનાઓ રહેલી છે.ત્યારે કરદાતાઓ 80 સી હેઠળ મળતી છૂટને વધારવાની માંગ કરી રહ્યા છે જ્યારે બીજીતરફ નોકરીયાત વર્ગ રૂ.5 લાખ સુધીની આવકને ટેક્સ ફ્રી કરવાની માંગ કરી રહ્યું છે ત્યારે બચત પર ફોકસ કરવા માટે સરકાર પીપીએફની લિમિટ વધારી શકે છે.