ટ્વીટર ખરીદવા એલોન મસ્કની તૈયારી

Business
Business

એલોન મસ્ક અને સોશિયલ મીડિયા કંપની ટ્વિટર વચ્ચે વર્તમાનમાં કેસ ચાલી રહ્યો છે.ત્યારે મસ્કની ટ્વિટર ખરીદવાની ઓફર બાદથી સમગ્ર વિશ્વમાં ચર્ચાનું બજાર ગરમાયું હતું.જેમાં મસ્ક પોતાની રીતે ટ્વિટર ખરીદવા માટે પૂરતી તૈયારીઓ કરી રહ્યા છે.મસ્કે ઈલેક્ટ્રિક વ્હીકલ કંપની ટેસ્લાના અબજો ડોલરના શેર ફરી એકવાર વેચ્યા છે.ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે ફરી એકવાર ઈલેક્ટ્રિક વ્હીકલ કંપનીમાંથી પોતાના ભાગના 7.92 મિલિયન શેરનું વેચાણ કર્યું છે.આ સિવાય એલોન મસ્કે અગાઉ એપ્રિલ મહિનામાં ટેસ્લાના 8.5 અબજ ડોલરના શેર્સનું વેચાણ કર્યું હતુ તે સમયે મસ્કે પોતાની ટ્વિટર ખરીદવાની 44 અબજ ડોલરની ઓફરને ફાઈનાન્સ કરવા માટે ટેસ્લાના શેર્સનું વેચાણ કર્યું હતું.મસ્કે આ અગાઉ ટેક્સ ભરવા માટે પણ ટેસ્લાના શેર્સનું વેચાણ કરેલું છે.આમ એલોન મસ્ક પાસે ટેસ્લાના 155.04 મિલિયન શેર બચ્યા છે.ત્યારે ટેસ્લાએ 20 જુલાઈના રોજ ત્રિ-માસિક પરિણામ જાહેર કર્યું હતું.જેમાં કંપનીને અપેક્ષા કરતાં વધુ કમાણી થઈ હોવાના કારણે તેના શેરની કિંમત 15 ટકા જેટલી વધી ચુકી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.