તુલસીની ખેતી 15,000ના ખર્ચમાં 3 લાખની કમાણી કરવાની તક

Business
Business

કોરોનાકાળમાં ઓછા રોકાણ સાથે મોટી કમાણી કરી શકાય તેવા વિકલ્પો વિશે વિચારતા હોય તો આ ઈચ્છા ખેતી કરીને પુરી કરી શકાય છે. ખાસ વાત છે કે આ ખેતી કરવા માટે તમને મસમોટા ખેતરની જરૂર પડશે નહીં. તમે નાની જગ્યામાં પણ આ ખેતી કરી શકો છો. આ ખેતીની બીજી ખાસ વાત એ છે કે અહીં ઓછા રોકાણથી તમે લાખોની કમાણી કરી શકો છો.
તુલસીના પાનની. જી હાં જો તમે બરાબર રીતે કરો તો આ બિઝનેસ તમને લાખો કમાતા કરી શકે છે. તુલસીની ખેતી કરવા માટે તમારે વધારે મૂડીની જરૂર રહેશે નહીં. તેની ઘણી માંગ છે. આમ તો દરેક ઘરમાં તુલસીનો છોડ હોય જ છે. આ સિવાય દવાઓમાં માટે પણ તેનો ઉપયોગ થાય છે.

કોરોનાના સમયમાં લોકોનું આયુર્વેદિક અને કુદરતી દવાઓ પ્રત્યેનું આકર્ષણ વધી રહ્યું છે અને આ કારણે તુલસીની માંગમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. હાલના સમયની વાત કરીએ તો તેનું બજાર નોંધપાત્ર રીતે વધ્યું છે. આવી સ્થિતિમાં જો તમે આ ઔષધીય છોડની ખેતીનો વ્યવસાય શરૂ કરો છો તો તે તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

વ્યવસાય સરળતાથી શરૂ કરી શકાય છે. આ વ્યવસાય શરૂ કરવા માટે તમારે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી અને મોટુ ખેતર હોય તે પણ જરૂરી નથી. તમે કોન્ટ્રેક્ટ ફાર્મિંગ પણ કરી શકો છો.

ખેતીની શરુઆત કરવા માટે તમારે 15,000 રૂપિયા ખર્ચ કરવાની જરૂર પડશે. તુલસીના વાવેતરના 3 મહિના બાદ જ્યારથી તુલસીની ઉપજ શરુ થવા લાગશે ત્યારથી સરેસાર મહિને 3 લાખ રૂપિયા કમણી થઈ શકે છે. કારણ કે માર્કેટમાં ઘણી આયુર્વેદિક પ્રોડક્ટ બનાવતી કંપનીઓ છે જે બલ્કમાં તુલસી ખરીદે છે. આવી કંપનીઓમાં ડાબર, વૈદ્યનાથ, પતંજલિનો સમાવેશ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.