આરામથી કામ કરવા માટે બેસ્ટ છે આ શહેરો, દુબઈમાં કરાવે છે ઘણું કામ

Business
Business

બુધવારે મોબાઈલ એક્સેસ ટેક્નોલોજી કંપની Kisiએ એક સ્ટડીનો રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં વિશ્વના 10 શહેરોને 3 કેટેગરીમાં લિસ્ટ કરવામાં આવ્યા છે. બેસ્ટ પ્લેસ. આ અભ્યાસના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, દુબઈ સૌથી વધુ કામ કરતા લોકોનું શહેર છે. વર્ક ફ્રોમ હોમ કરવાની બાબતમાં સિંગાપોરને શ્રેષ્ઠ ગણાવવામાં આવ્યું છે.

કયા કયા પરિબળો ધ્યાનમાં લેવામાં આવ્યા?

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ અભ્યાસમાં વર્ક ઇન્ટેસિટી અને શહેરમાં રહેવાની ક્ષમતા તેમજ ગુણવત્તાયુક્ત આરોગ્ય, જીવનનિર્વાહની પોસાય તેવી કિંમત અને પર્યાપ્ત આરામ જેવા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. 2022માં વર્ક લાઈફ બેલેન્સ અનુસાર શ્રેષ્ઠ 10 શહેરોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં ઓસ્લો ટોચ પર છે. આ યાદીમાં ટોચના પાંચ શહેરો ઓસ્લો, બર્ન, હેલસિંકી, ઝ્યુરિચ અને કોપનહેગન છે.

સિંગાપુર વર્કફ્રોમ હોમની દ્રષ્ટિએ શ્રેષ્ઠ

કોવિડ રોગચાળા દરમિયાન કંપનીઓએ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા આપી હતી. કર્મચારીઓને પણ કામ કરવાની આ નવી સિસ્ટમ ખૂબ પસંદ આવી રહી છે અને કોવિડ પછી પણ ઘણી કંપનીઓ વર્ક ફ્રોમ હોમ કરવાની સુવિધા આપી રહી છે. સિંગાપોરને 2022માં વર્ક ફ્રોમ કરવાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ શહેર જાહેર કરવામાં આવ્યું છે. 10 શહેરોની યાદીમાં ટોચના પાંચ શહેરો છે – સિંગાપોર, વોશિંગ્ટન, ઓસ્ટિન, બર્ન અને ઝ્યુરિચ.

કર્મચારીઓ પાસે સૌથી વધુ કામ કરાવનારા 10 શહેરો

કંપનીએ પોતાના કર્મચારીઓ પાસે સૌથી વધારે કામ કરાવનારા 10 શહેરોની યાદી પણ બહાર પાડી છે. આ યાદીમાં ટોચના પાંચ શહેરો દુબઈ, હોંગકોંગ, કુઆલાલમ્પુર, સિંગાપોર અને મોન્ટેવિડિયો છે. Kisiના ચીફ એક્ઝિક્યુટિવ બર્નહાર્ડ મેહલે કહ્યું કે, તાજેતરના વર્ષોમાં રોગચાળો વિશ્વભરના કર્મચારીઓ માટે મુશ્કેલ છે. કોવિડ મહામારી બાદ હવે કર્મચારીઓને યુક્રેન યુદ્ધના પરિણામો ભોગવવા પડી શકે છે. કર્મચારીઓને આવનારા વર્ષો સુધી તે અનુભવાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.