
શેરબજારના સેન્સેકસમાં 236 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો
મુંબઈ શેરબજારમાં તેજીનો કરંટ રહ્યો હતો.ત્યારે હેવીવેઈટ શેરોમાં ઓલરાઉન્ડ લેવાલીથી સેન્સેકસમાં 236 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.શેરબજારમાં આજે ઈન્ફોસીસ લાર્સન,મહીન્દ્ર,મારૂતી,રીલાયન્સ,સનફાર્મા,ટાટા મોટર્સ,અલ્ટ્રાટ્રેક સીમેન્ટ,એકસીસ બેંક,આઈસીઆઈસીઆઈ બેંક,મઝગાંવ ડોક,સુઝલોન સહિતના શેરો ઉંચકાયા હતા.જ્યારે બીજીતરફ ટીસીએસ,ટેક મહીન્દ્ર,એશીયન પેઈન્ટસ,ભારતી એરટેલ,હિન્દ લીવર,કોટક બેંક,નેસલે,ડીવીઝ લેબ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 236 પોઈન્ટના સુધારાથી 62,784 થયો હતો જે ઉંચામાં 62,943 અને નીચામાં 62,751 થયો હતો,જ્યારે નીફટી 61 પોઈન્ટ વધીને 18,595 થઈ હતી જે ઉંચામાં 18,640 અને નીચામાં 18,582 થઈ હતી.