
શેરબજારમાં સતત ચોથા દિવસે તેજી જોવા મળી
મુંબઈ શેરબજારમા સતત ચોથા દિવસે તેજીનો દોર જોવા મળ્યો હતો.જેમા સેન્સેકસમાં 150 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.જ્યારે મીડકેપ નીફટી 33,695ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો.અમેરીકાનું નાણા સંકટ દુર થતાં અને વિદેશી નાણા સંસ્થાઓની લેવાલીના પ્રભા વ હેઠળ પસંદગીના ધોરણે ખરીદી ચાલુ રહી હતી.જેમા રીટેલ ઈન્વેસ્ટરોની લેવાલીથી રોકડાના શેરો લાઈટમાં આવતા રહ્યા હતા. જેમા ટાઈટન,ભારતી એરટેલ,લાર્સન,નેસલે,સ્ટેટ બેંક,ટેલ્કો,હિન્દાલકો,અદાણી એન્ટરપ્રાઈઝ,અદાણી પાવર સહિતના શેરો નબળા રહ્યા હતા. જયારે બીજીતરફ અલ્ટ્રાટ્રેક સીમેન્ટ,વીપ્રો,બજાજ ફાયનાન્સ,એચડીએફસી બેંક,ઈન્ડુસઈન્ડ બેન્ક,ઈન્ફોસીસ,કોટક બેંક,મારૂતી સહિતના શેરો ઉંચકાયા હતા.