દેશમા ગુજરાત રાજ્ય તેલીબીયા ઉત્પાદનમાં પ્રથમ ક્રમે આવ્યુ

Business
Business

ગુજરાત રાજ્ય તેલીબીયા અને ફાઈબરના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે રહ્યું છે અને સમગ્ર દેશના ઉત્પાદનમાં પ્રથમ નંબરે રહ્યું છે.આ સિવાય ખાંડ,કઠોળ,ફીશરીઝ,વન્ય ચીજો સહિતના ઉત્પાદનમાં ટોપ-ફાઈવ રાજયોમાં સ્થાન મળી શકયુ નથી.ત્યારે કેન્દ્રના સ્ટેટેસ્ટીક તથા કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા રીપોર્ટ મુજબ ગુજરાતનો તેલીબીયાના ઉત્પાદનમાં 20 ટકા હિસ્સો છે અને સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.ત્યારે છેલ્લા એક દાયકાથી ગુજરાતનું સ્થાન યથાવત રહ્યું છે.આ ઉપરાંત ફાઈબર ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો ઘટયો હોવાછતાં ઉત્પાદન મૂલ્યની દ્દષ્ટિએ હજુ સમગ્ર દેશમાં ટોચના ક્રમે રહ્યું છે.વર્ષ 2011-12માં ગુજરાતમાં ફાઈબર ઉત્પાદન સમગ્ર દેશનું 40 ટકા હતું,જે વર્ષ 2020-21માં ઘટીને 25.4 ટકા રહ્યું છે છતાં સૌથી વધુ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ યથાવત રહ્યો છે.આ સિવાય શાકભાજી અને ફળફળાદીના ઉત્પાદનમાં તે સમગ્ર દેશમાં પાંચમા સ્થાને છે.ભારતમાં શાકભાજી-ફ્રુટના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 6.8 ટકા છે અને ઉત્પાદનમાં સમગ્ર દેશમાં 5મુ સ્થાન ધરાવે છે.ગુજરાતમાં ખાંડના ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ રહી છે છતાં ટોપ-ફાઈવ રાજયોમાં સમાવેશ નથી થયો.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.