
સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો થયો
શેરબજારમાં જોવા મળતો ઉતાર-ચડાવ વચ્ચે આજે ફરી સોના-ચાંદીના ભાવમા મોટો ઘટાડો જોવા મળ્યો છે.ત્યારે આજે સોનાની કિંમતમાં રુ.85નો ઘટાડો જોવા મળ્યો હતો.ત્યારે આ ઘટાડા સાથે સોનાનો ભાવ રૂ.59,900 પર આવી ગયો હતો.જ્યારે ચાંદીના ભાવમાં પણ રૂ.186નો ઘટાડો થયો હતો.આમ વર્તમાનમાં સોનાના ભાવ તેના ઉપલા સ્તરેથી રુ.2000 સસ્તુ થયું હતું.