
સરકારે ડાંગર સહિતના પાકોની એમએસપીમાં વધારો કર્યો
કેન્દ્ર સરકારે ચોમાસાના આગમન પહેલા ખેડૂતોને મોટી ભેટ આપી છે.જેમા વડાપ્રધાનની સરકારે ડાંગર સહિત અનેક પાકોની એમએસપીમાં વધારો કર્યો છે.ત્યારે આ બાબતે ડાંગરની એમએસપીમાં રૂ.143 પ્રતિ ક્વિન્ટલના દરે વધારો કરવામાં આવ્યો છે.આ ઉપરાંત તુવેર અને અડદની દાળના લઘુત્તમ ટેકાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.જેમા સરકાર તરફથી જાહેરાત થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો.ત્યારે ખેડૂતોએ કેન્દ્ર સરકારના આ પગલાની પ્રશંસા કરી છે.ખરીફ પાકોની એમએસપીમાં 3 થી 6 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.ત્યારે તુવર દાળની એમએસપીમાં રૂ.400 પ્રતિ કલિંટલ પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે.આ રીતે તુવરદાળનો ભાવ વધીને રૂ.7000 પ્રતિ ક્વિંટલ થઈ ગયો છે.જ્યારે અડદની દાળ વિશે વાત કરવામાં આવે તો તેમાં પ્રતિ ક્વિંટલ રૂ.350નો વધારો કરવામાં આવ્યો છે જેથી તેનો ભાવ વધીને રૂ.6950 પ્રતિ ક્વિંટલ પર પહોચી ગયો છે.