રાજ્યો પાસેથી 1.10 લાખ કરોડનું દેવું કેન્દ્ર વસૂલશે, યુ ટર્ન GST વળતર મામલે સરકારે વલણ બદલ્યું

Business
Business

જીએસટી વળતરની અછત પૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્યો વચ્ચે જારી સૌથી મોટા વિવાદ દેવું કોણ લેશે પર કેન્દ્ર સરકારે યુ-ટર્ન લીધો છે. કેન્દ્રીય નાણા મંત્રાલયે જણાવ્યુ હતુ કે, કેન્દ્ર તમામ રાજ્યો પાસેથી રૂ. 1.10 લાખ કરોડની લોન લેશે. અને તમામ રાજ્યોને પોતાના હિસ્સાના વળતર સમકક્ષ લોન આપશે. નાણા મંત્રાલય દ્વારા જારી નિવેદન અનુસાર, કેન્દ્રની રાજકોષિય ખાધ પર કોઈ અસર પડશે નહીં. કેન્દ્રના ખાતામાં આ રકમ મૂડી પ્રાપ્તિ પેટે દર્શાવાશે. રાજ્યોની રાજકોષિય ખાધ માટે નાણાકીય મદદ રૂપે પાછા આપશે.

2 ટકા વધારાની લોન આપવાની સુવિધા મળશે
સરકારે સ્પષ્ટતા કરી છે કે, આ પગલાંથી સરકાર દ્વારા આપવામાં આવેલી લોનની રકમમાં કોઈ વધારો થશે નહીં. આત્મનિર્ભર પેકેજ અંતર્ગત સ્પેશિયલ વિન્ડોનો લાભ લેનારા રાજ્યોને રાજ્ય સકલ સ્થાનિક ઉત્પાદન માટે 2 ટકા વધારાની લોન આપવાની સુવિધા મળશે. કેન્દ્રે સ્પષ્ટતા આપી નથી કે, લોનની મૂળ રકમ કે વ્યાજની ચૂકવણી કોણ કરશે. નિષ્ણાતો જણાવે છે કે, આ લોનને વળતર સેસ મારફત મળતી રકમ દ્વારા પરત ફરશે. ચાલુ નાણા વર્ષમાં રાજ્યોના કુલ રૂ. 2.35 લાખ કરોડના જીએસટી કલેક્શનમાં ઘટાડા થવાનો અંદાજ છે. જેમાં 1.1 લાખ કરોડ જીએસટી લાગૂ કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકાર સોવરિન સરકાર છે. જેમાં મળતી લોનનો દર ખૂબ નીચો હોય છે. રાજ્ય સરકારને વધુ દરે લોન મળે છે. અર્થાત લોન સસ્તી પડશે.
રાજ્યોની રાજકોષિય ખાધના આધારે જુદા-જુદા રાજ્યોની લોન પર જુદુ-જુદુ વ્યાજ ચૂકવવુ પડશે. જેનાથી ગરીબ રાજ્યો પર બોજો વધશે. હવે તફાવત રહેશે નહીં.
કેન્દ્રની રાજકોષિય ખાધ પર અસર નહીંઃ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા ડિઝાઈન કરવામાં આવી છે. કેન્દ્ર લોન લઈ રહ્યુ છે, પરંતુ આ રકમ લોન પેટે રાજ્યોને આપી રહ્યુ છે. વળતર પેટે નહીં. જેનાથી કેન્દ્રના ખાતામાં એક બાજુ રૂ. 1.10 લાખ કરોડનુ દેવુ આવ્યુ છે. જ્યારે બીજી બાજુ રૂ. 1.10 લાખ કરોડની લેણુ થયુ છે. પરિણામે રાજકોષિય ખાધ શૂન્ય રહેશે.

મોટો પ્રશ્ન આટલા દિવસ મામલો કેમ લંબાવાયોઃ વિરોધ કરી રહેલા રાજ્યોએ હંમેશા માગ કરી હતી કે, લોન કેન્દ્ર સરકાર લે. રાજ્યોને લેવા માટે ફરજ પાડે નહીં. કેન્દ્રનુ જુનુ વલણ હતુ કે, જો કેન્દ્ર લોન લેશે તો તેનાથી વ્યાજ દરોમાં વધારો થશે. પરિણામે લોન લેવી મુશ્કેલ બનશે. પરંતુ જો વર્તમાન વિકલ્પ અગાઉથી જ ઉપલબ્ધ હતો. તો આ મામલો આટલા દિવસ સુધી લંબાવાયો કેમ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.