શેરબજારમાં મજબૂતીઃ સેન્સેક્સ ૪૬૦.૩૭ વધી ૪૯,૬૬૧.૭૬ બંધ થયો

Business
Business

મુંબઈ,
શેરબજારમાં મજબૂતી આગળ વધી હતી. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધીરાણ નીતિની જાહેરાત કરતાં કહ્યું, વ્યાજ દર ૪ ટકા યથાવત રખાયો છે. તેમજ ૨૦૨૨માં જીડીપી ગ્રોથ ૧૦.૫ ટકા રહેવાનું અનુમાન દર્શાવ્યું છે. જે સમાચાર પાછળ બેંક શેરોમાં ભારે લેવાલી આવી હતી. અને તેની પાછળ સેન્સેક્સ અને નિફટી ઉછળ્યાં હતાં.
આરબીઆઈની ધીરાણ નીતિની જાહેરાત પછી રિયલ્ટી, ઓટો અને બેંકિંગ સેકટરના શેરોમાં નવી ખરીદીથી નવી મજબૂતી આવી હતી. બીજી તરફ બારબિક્યૂ નેશનના નવા શેરનું લિસ્ટિંગ થયું હતું, જે શરૂના ટ્રેડમાં બે ટકા ડિસ્કાઉન્ટમાં રૂપિયા ૪૮૯ પર થયું હતું. ત્યાર બાદ તે ૨૦ ટકા ઉછળ્યો હતો અને ભાવ રૂપિયા ૫૮૮ થયો હતો. રેલટેલને ૩૪.૩ કરોડનો નવો ઓર્ડર મળ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આજે પાવર સેકટરને છોડીને તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી. નિફટી બેંક બે દિવસના ઘટાડા પછી આજે મજબૂતી જાેવા મળી હતી.
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ગઈકાલના બંધ ૪૯,૨૦૧.૩૯ની સામે આજે સવારે ૪૯,૨૭૭.૦૯ ખૂલ્યો હતો, શરૂમાં સામાન્ય ઘટી ૪૯,૦૯૩.૯૦ થઈ અને ત્યાંથી ઉછળી ૪૯,૯૦૦.૧૩ થઈ ટ્રેડિંગ સેશનને અંતે ૪૯,૬૬૧.૭૬ બંધ થયો હતો, જે ૪૬૦.૩૭નો ઉછાળો દર્શાવે છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ ગઈકાલના બંધ ૧૪,૬૮૩.૫૦ની સામે આજે ૧૪,૭૧૬.૪૫ ખૂલીને શરૂમાં ઘટી ૧૪,૬૪૯.૮૫ થઈ અને ત્યાંથી ઉછળી ૧૪,૮૭૯.૮૦ થઈ અંતે ૧૪,૮૧૯.૦૫ બંધ થયો હતો, જે ૧૩૫.૫૫નો ઉછાળો દર્શાવે છે.
આજે સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં એસબીઆઈ(૨.૨૫ ટકા), આઈસીઆઈસીઆઈ બેંક(૨.૦૫ ટકા), નેશ્લે(૨.૦૨ ટકા), ઈન્ડુસઈન્ડ બેંક(૨.૦૨ ટકા) અને એમ એન્ડ એમ(૧.૯૫ ટકા)નો સમાવેશ થાય છે.
જે સૌથી વધુ ગગડેલા શેરમાં ટાઈટન કંપની(૦.૭૮ ટકા), એનટીપીસી(૦.૪૭ ટકા) અને એચયુએલ(૦.૧૪ ટકા)નો સમાવેશ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.