શેરબજારનો : સેન્સેક્સ 61 હજારને પાર, નિફ્ટીએ 18,200ની સપાટી વટાવી

Business
Business

શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ આજે ખૂલતાંની સાથે જ 61 હજારના રેકોર્ડ સ્તરને પાર કરી ગયો છે. સેન્સેક્સ 341 અંક વધી 61,078 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 106 અંક વધી 18,267 પર કારોબાર કરી રહ્યો છે.

ઈન્ફોસિસ, લાર્સન, એસબીઆઈના શેર વધ્યા
સેન્સેક્સ પર ઈન્ફોસિસ, લાર્સન, એસબીઆઈ, ટેક મહિન્દ્રા, એચડીએફસી બેન્ક સહિતના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ફોસિસ 1.83 ટકા વધી 1740.00 પર કારોબાર કરી રહ્યો છે. લાર્સન 1.70 ટકા વધી 1781.70 પર કારોબાર કરી રહ્યો છે. જોકે HCL ટેક, TCS, એમએન્ડએમ, ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. HCL ટેક 0.78 ટકા ઘટી 1255.80 પર કારોબાર કરી રહ્યો છે. TCS 0.46 ટકા ઘટી 3639.15 પર કારોબાર કરી રહ્યો છે.

FII અને DII ડેટા
13 ઓક્ટોબર એટલે કે બુધવારે ફોરેન ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ(FIIs)એ 937.31 કરોડ રૂપિયાની ખરીદી કરી છે. જ્યારે ડોમેસ્ટિક ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ(DIIs) એ બજારમાંથી 431.72 કરોડ રૂપિયા કાઢ્યા.

ક્રૂડ 83 ડોલરને પાર
બ્રેન્ટ ક્રૂડના ભાવ 83 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચ્યા છે. ગ્લોબલ સપ્લાઈ સાઈડની ચિંતાને કારણે ક્રૂડની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. યુએસમાં પણ હાલ ઈન્વેન્ટ્રી નોર્મલ થઈ નથી. એક વર્ષમાં ક્રૂડ 80 ટકાથી વધુ મોંઘુ થઈ ગયું છે.

અમેરિકાના શેરબજારની સ્થિતિ
આ પહેલા અમેરિકાના શેરબજાર સામાન્ય વધારા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ ફ્લેટ 34378 પર બંધ થયો. નેસ્ડેક 0.73 ટકાના વધારા સાથે 14571 અને S&P 500 0.30 ટકા વધી 4363 પર બંધ થયો.

વર્ષ 2021ની શરૂઆતમાં સેન્સેક્સ પ્રથમ વખત 50 હજારની સપાટીએ પહોંચ્યો
2021ના ​​પ્રારંભિક મહિનામાં સેન્સેક્સે ફરી મોટો ઉછાળો આપ્યો છે. આ વખતે તેણે 50 હજારનો આંકડો સ્પર્શી ગયો છે. એનું સૌથી મોટું કારણ અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ બાઈડનનું સત્તા પર આવવું છે. અગાઉ કોરોના દરમિયાન લોકડાઉન વચ્ચે ઘણા દેશોની અર્થવ્યવસ્થા તૂટી ગઈ હતી, પરંતુ રસી આવ્યા બાદ સેન્સેક્સે ફરી વેગ પકડ્યો છે. આ વખતે એ પોતાની જાદુઈ આંકડે આવી ઊભો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.