શેરબજારમાં તેજીઃ સેન્સેક્સમાં ૧૧૪૮ પોઇન્ટનો ઉછાળો

Business
Business

શેરબજારમાં આજે બંધ થતાની સાથે ઉછાળો જાેવા મળ્યો છે. જેમાં બોમ્બે સ્ટોક એક્સચેંજનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સક્સ ૧,૧૪૭.૭૬ પોઇન્ટ એટલે કે (૨.૨૮%) ના વધારા સાથે ૫૧,૪૪૪.૬૫ ના સ્તર પર બંધ રહ્યો છે.
તેમજ નેશનલ સ્ટોક એક્સચેંજની નિફ્ટી ૩૨૬.૫૦ પોઇન્ટ્‌સ એટલે કે (૨.૧૯%) ટકા ઉછાળા સાથે ૧૫,૨૪૫.૬૦ ના સ્તર પર બંધ રહી છે. તેમજ આજે સેન્સેક્સે બંધ થતા ૫૧,૦૦૦ની સપાટી કુદાવી છે.
દિગ્ગજ શેરની વાત કરીએ તો આજે ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, રિલાયન્સ, બજાજ ફાઇનાસન્સ અને યુપિલના શેર લીલા નિશાન પર બંધ થયાં છે. તેમજ હીરો મોટરકોર્પ, મારુતિ, બજાજ ઓટો, એમએન્ડએમ અને બી.પી.સી.એલ.ના શેર લાલ નિશાન પર બંધ થયાં છે.
સેક્ટોરિયલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો આજે ઓટો સિવાયના બધા સેક્ટર્સ લીલા નિશાન પર બંધ થયા છે. તેમજ પીએસયુ બેન્ક, ફાઇનાન્સ સર્વિસિસ, એફએમસીજી, આઇટી, બેન્ક, ફાર્મા, પ્રાઇવેટ બેન્ક, મેટલ, મીડિયા અને રિયલીટીનો સમાવેશ થાય છે.
ભારતીય શેરબજારમાં બુધવારે સતત ત્રીજા દિવસે તેજીમય માહોલ આગળ વધ્યો હતો. આ સાથે માર્કેટકેપ પણ વધીને રૂપિયા ૩.૫૦ લાખ કરોડ થયું છે. હેવી વેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં વ્યાપક પ્રમાણમાં તેજીમય માહોલ જાેવા મળ્યો છે. આજે શેરની કિંમત આશરે ૫ ટકા જેટલી વધી રૂપિયા ૨૨૦૦ પાર થઈ ગઈ હતી. જ્યારે અદાણી ગ્રુપની કંપનીના શેરોમાં પણ ભારે તેજી જાેવા મળી હતી. અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગેસના શેરોમાં ભારે તેજી જાેવા મળી હતી. અદાણી પાવરના શેરોમાં પણ આશરે ૬ ટકાની તેજી નોંધાવી હતી.
આ અગાઉ સેન્સેક્સ ૨૫ ફેબ્રુઆરીના રોજ ૫૧,૦૩૯.૩૧ના લેવલ પર બંધ રહ્યો હતો.આજની તેજીને પગલે કંપનીનું માર્કેટકેપ વિક્રમજનક રૂપિયા ૨૧૦.૧૦ લાખ કરોડ થઈ ગયુ છે. આ અગાઉ સેન્સેક્સ આજે સવારે ૪૪૧.૩૨ પોઇન્ટ ઉછાળા સાથે ૫૦,૭૩૮.૨૧ પર ખુલ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.