સ્ટીલ અને પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાથી એમ.એસ.એમ.ઇના નફામાં ઘટાડો થયો

Business
Business 27

અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતા માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝને ફુગાવાને કારણે ફટકો પડી રહ્યો છે. દેશભરના એમએસએમઇ સંગઠનોએ સ્ટીલ અને પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતો અંગે ચિંતા વ્યક્ત કરી અને સરકારને દરમિયાનગીરી કરવા વિનંતી કરી છે. દેશના 170 એમએસએમઇ સંગઠનોની અખિલ ભારતીય પરિષદના સભ્ય રામામૂર્તિનું કહેવું છે કે એમએસએમઇના કુલ ઉત્પાદન ખર્ચમાં સ્ટીલનો 70 ટકા હિસ્સો છે. છેલ્લા એક વર્ષમાં તેના ભાવમાં 25,000 રૂપિયા પ્રતિ ટનનો વધારો થયો છે. ગત મહિને સપ્ટેમ્બરમાં ભાવમાં 6000 રૂપિયા પ્રતિ ટનનો મસમોટો વધારો થયો છે. તેની સીધી અસર એમએસએમઇના ઉત્પાદન ખર્ચ અને તમામ કારોબાર પર પડે છે. આ ભાવવધારા છતાં નાના એકમો મોંઘા ભાવે બજારમાં ઉત્પાદનો સપ્લાય કરી શકતા નથી. તેમને ડર છે કે કિંમત વધારવાથી તેઓ તેમના ગ્રાહકોને કાયમ માટે ગુમાવી દેશે. આવી સ્થિતિમાં આ ક્ષેત્રની મોટાભાગની કંપનીઓને ખૂબ ઓછા માજન ઉપર ઉત્પાદનો વેચવાની ફરજ પડે છે. સતત વધતા ખર્ચને કારણે એમએસએમઇ પાસે રહેલ કાર્યકારી મૂડી ઘટી રહી છે. કોરોના રોગચાળા અને લોકડાઉનના દબાણનો સામનો કરી રહેલા નાના-મધ્યમ ઉદ્યોગોને હવે બજારમાં ટકી રહેવું મુશ્કેલ થઈ રહ્યું છે. પંજાબના 4000 નાના સાહસોના સંગઠનના પ્રમુખે જણાવ્યું હતું કે એકમોની કાર્યકારી મૂડી મોંઘી કાચી સામગ્રી ખરીદવામા જઈ રહી છે. સરકાર સીધી મદદ કરવાને બદલે લોનનું વિતરણ કરી રહી છે. જે સમસ્યાનો યોગ્ય ઉકેલ નથી. એમએસએમઇનું માજન પહેલાથી નોંધપાત્ર રીતે નીચે આવી ગયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.