14 જુલાઈથી શરુ થશે SSC CGL પરીક્ષા,જાણો પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમ

Business
Business

સ્ટાફ સિલેક્શન કમિશને કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ એટલે કે SSC CGL ની ટિયર 1 પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, SSC CGL ટિયર 1 પરીક્ષા આ વર્ષે 14મી જુલાઈથી શરૂ થઈ રહી છે. પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર જઈને પરીક્ષાની વિગતો ચકાસી શકે છે.

SSC દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, CGL પરીક્ષા હવે માત્ર બે સ્તરોમાં લેવામાં આવી રહી છે. અગાઉના નિયમો હેઠળ, આ પરીક્ષા 4 સ્તરોમાં લેવામાં આવતી હતી. ટાયર 1 ની પરીક્ષા 14 જુલાઈ 2023 થી 27 જુલાઈ 2023 સુધી ચાલશે. પરીક્ષામાં બેસતા પહેલા પરીક્ષાની પેટર્ન અને અભ્યાસક્રમ વિશે જાણી લો.

SSC CGL 2023 ટાયર-1 પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. જેમાં કુલ 100 બહુવિક્લ્પીયના પ્રશ્નો માટે 4 વિભાગ બનાવવામાં આવ્યા છે. આ પરીક્ષા વધુમાં વધુ 200 માર્ક્સ માટે હશે. સમગ્ર પરીક્ષણ 60 મિનિટના સમયગાળામાં પૂર્ણ થવું જોઈએ. SSC CGL ટાયર 1 પરીક્ષા ક્વોલિફાઇંગ પ્રકૃતિની હશે અને અંતિમ પસંદગી માટે ગુણની ગણતરી કરવામાં આવશે નહીં.

CGL ટાયર 1 પરીક્ષામાં જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ, જનરલ અવેરનેસ, QA અને અંગ્રેજી વિષયમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ સાથે પરિણામ તૈયાર કરવામાં આવે છે. દરેક ખોટા જવાબ માટે 0.50 ગુણ કાપવામાં આવશે. વધુ માહિતી માટે, તમે સત્તાવાર વેબસાઇટ પર જારી કરાયેલ સૂચના જોઈ શકો છો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.