શેરબજારમાં સેન્સેક્સ પ્રથમ વખત 59,200ને અને નિફ્ટી 17,600ને પાર થઈ

Business
Business

સેન્સેક્સે નવો ઈતિહાસ રચ્યો છે. જેમાં પ્રથમ વખત સેન્સેક્સ 59,200 અને નિફ્ટી 17,600ને પાર થયું હતું. જેમાં દિવસના અંતે સેન્સેક્સ 418 અંક વધી 59,141 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 110 અંક વધી 17,629 પર બંધ રહ્યો હતો. આ પહેલા સેન્સેક્સ 58,881 અને નિફ્ટી 17,539 પર ખુલ્યો હતો. સેન્સેક્સ પર ITC,ઈન્ડસઈન્ડ બેન્ક,બજાજ ઓટો,પાવર ગ્રિડ કોર્પ,કોટક મહિન્દ્રા સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. ITC 6.06 ટકા વધી 229.10 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક 4.45 ટકા વધી 1100.75 પર કારોબાર કરી રહ્યો છે. જોકે TCS,NTPC,ટેક મહિન્દ્રા,ટાટા સ્ટીલ,ઈન્ફોસિસ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આમ આ પહેલાં અમેરિકાનાં શેરબજાર તેજી સાથે બંધ થયાં હતાં. ડાઉ જોન્સ 0.68 ટકાની મજબૂતાઈ સાથે 34,814 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.82 ટકા વધી 15,161 અને S&p 500 0.85 ટકાની તેજી સાથે 4480 પર બંધ થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.