આગામી દિવસે જ ટ્રાન્સફર થશે શેર, માર્કેટમાં વોલેટિલિટી વધશે

Business
Business

માર્કેટ રેગ્યુલેટર સેબી આગામી વર્ષ એક જાન્યુઆરીથી શેર્સના લે-વેચ સંબંધિત સેટલમેન્ટની વૈકલ્પિક વ્યવસ્થા ટી+1 (ટ્રેડ અને આગામી દિવસ) લાગુ કરશે. હવે શેર માર્કેટમાં સોદા પૂર્ણ થવામાં ટ્રેડિંગ બાદ બે દિવસનો સમય લાગે છે. નવી વ્યવસ્થા લાગુ થવાની શું બદલાશે જાણીએ વિશેષજ્ઞ પાસેથી…

જો તમે બીએસઈ અને એનએસઈમાં કોઈ કંપનીના શેર આજે ખરીદો છો તો તમારા ડિમેટ એકાઉન્ટમાં તે શેર ટ્રેડિંગના આગામી બે વર્કિંગ ડેમાં ટ્રાન્સફર થશે. ત્યારબાદ જ તમે તે શેર વેચી શકો છો. એક જાન્યુઆરીથી ટ્રેડિંગના આગામી દિવસે શેર તમારા ડિમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે. 2003 સુધી ટી+3 સેટલમેન્ટ સાયકલ ચલણમાં હતી. ટી+1 સાયકલ વૈકલ્પિક છે. જો કે, 1 જાન્યુઆરીથી જો કોઈ સ્ટોક એક્સચેન્જ ટી+2 સેટલમેન્ટ જારી રાખવા માગતા હોય તો તેણે 1 માસની નોટિસ આપવી પડશે.

સેટલમેન્ટ સાયકલ ઘટાડવા પાછળ સેબીનો હેતુ માર્કેટમાં શેર્સની લે-વેચમાં વૃદ્ધિ કરવાનો છે. આ નિર્ણય રોકાણકારોના હિતમાં છે. સેટલમેન્ટ સાયકલ નાની હોવાથી ઓપરેશનલ રિસ્ક ઘટશે.

મોટી સંખ્યામાં શેર્સની લે-વેચ કરતાં રોકાણકારો માટે ટી+1 લાભકારક રહેશે. મ્યુચ્યુઅલ ફંડ જેવા સ્થાનિક અને વિદેશી સંસ્થાકીય રોકાણકાર તેમાં સામેલ છે. સેટલમેન્ટ એક દિવસ પહેલાં થતાં રોકડ મામલે સુવિધા મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.