સપ્ટેમ્બર માસમાં જિઓ અને વોડાફોનના ગ્રાહકો ઘટયા

Business
Business

મુકેશ અંબાણીની કંપની જીઓને સપ્ટેમ્બરમાં ઝટકો લાગ્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં જાહેર કરેલા આંકડા મુજબ સપ્ટેમ્બર મહિનામાં 1.9 કરોડ ગ્રાહકોએ જીઓનો સાથ છોડ્યો છે, જ્યારે ભારતી એરટેલે 2.47 લાખ નવા ગ્રાહકોનો ઉમેરો કર્યો છે.જ્યારે વોડાફોન આઈડિયાએ 10.77 લાખ ગ્રાહકો ગુમાવ્યા છે. ત્યારે એરટેલના ગ્રાહકોની સખ્યા વધીને 35.44 કરોડ થઈ છે. જે ઓગસ્ટ મહિનામાં 35.41 કરોડ હતી. દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર કંપની જિઓના ગ્રાહકોની સંખ્યા 42.48 કરોડ થઈ છે. સપ્ટેમ્બરમાં કંપનીએ 1.9 કરોડ ગ્રાહકો ગુમાવ્યા છે. જ્યારે હવે વોડાફોન આઈડિયાના ગ્રાહકોની સંખ્યા 26.99 કરોડ થઈ છે. આ સિવાય દેશમાં વાયરલેસ જોડાણોની સંખ્યા 118.67 કરોડથી ઘટીને 116.60 કરોડ પહોંચી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.