સેન્સેકસમાં વન-વે તેજીની દોટ જોવા મળી

Business
Business

મુંબઇ શેરબજારમાં રેકર્ડબ્રેક તેજીનો દોર સતત આગળ ધપતો રહ્યો હોય તેમ આજે ઉછાળો નોંધાયો હતો. જેમાં હેવીવેઇટથી માંડી રોકડા સુધીના તમામ શેરોમાં ધુમ લેવાલી રહેતા સેન્સેકસ 500 પોઇન્ટ ઉછળ્યો હતો અને ઇન્ટ્રા ડે 62,000ની નજીક પહોંચી ગયો હતો. વિશ્વ બજારની તેજી ઉપરાંત ઘરઆંગણે અનેક પ્રોત્સાહક કારણોના પ્રભાવ હેઠળ શરૂઆતથી ધુમ લેવાલીનો દોર શરૂ થઇ ગયો હતો. જેમાં સોફટવેર તથા સરકારી બેંકોના શેરો ઉછળ્યા હતા. જયારે સ્ટીલ, મેટલ,નોન બેકીંગ ફાયનાન્સ જેવી કંપનીઓના શેરો પણ લાઇટમાં રહ્યા હતા. આમ શેરબજારમાં ઇન્ડુઇન્ડ બેંક,ઇન્ફોસીસ,આઇટીસી,મારૂતી,નેસ્લે,રિલાયન્સ,સ્ટેટ બેંક,ટીસ્કો,ટીસીએસ,ટેક.મહિન્દ્ર,ટાઇટન,બજાજ ફિન્સ સર્વિસ,આઇસીઆઇસીઆઇ બેંક,હિન્દાલકો,જેએસડબલ્યુ સ્ટીલ,ટાટા પાવર,આઇઆરસીટીસી,પંજાબ નેશનલ બેંક,યશ બેંક,નેલ્કો,અદાણી પાવર જેવા શેરો ધુમ લેવાલીથી ઉંચકાયા હતા. જ્યારે એશીયન પેઇન્ટસ,બજાજ ઓટો,એચડીએફસી બેંક,મહિન્દ્રા,ડો.રેડ્ડી વગેરે શેરો નબળા રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.