સેન્સેક્સ 530 અંક ઘટ્યો, નિફ્ટી 14239 પર બંધ; રિલાયન્સ, ઈન્ડસઈન્ડ બેન્કના શેર ઘટ્યા

Business
Business

ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 531 અંક ઘટીને 48348 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 133 અંક ઘટીને 14238 પર બંધ થયો હતો. સેન્સેક્સ પર રિલાયન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, HCL ટેક, એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. રિલાયન્સ 5.36 ટકા ઘટીને 1939.70 પર બંધ થયો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક 4.72 ટકા ઘટીને 851.25 પર બંધ થયો હતો. જોકે એક્સિસ બેન્ક, સન ફાર્મા, બજાજ ઓટો, બજાજ ઓટો, બજાજ ફિનસર્વ, HDFC બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એક્સિસ બેન્ક 2.19 ટકા વધીને 658.60 પર બંધ રહ્યો હતો. સન ફાર્મા 2.00 ટકા વધીને 586.55 પર બંધ થયો હતો.

સોમવારે લાર્સન એન્ડ ટુબ્રો, કોટક મહિન્દ્રા બેન્ક, આરતી ડ્રગ્સ, APL એપોલો ટ્યુબ્સ, એસ્ટેક લાઈફસાયન્સ, કેન ફિન હોમ્સ, ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન, ICICI સિક્યોરિટીઝ, મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઈન્ડિયા, નવીન ફ્લોરીન ઈન્ટરનેશનલ, RPG લાઈફ સાયન્સ, શારદા ક્રોફેમ અને યુકો બેન્કની સાથે 41 કંપનીઓ આજે ડિસેમ્બર ત્રિમાસિકના પરિણામો જાહેર કરશે.

આજથી કિચન એપ્લાયન્સીસ કંપની સ્ટોવ ક્રાફટનો IPO ખુલશે. તેની ઈશ્યુ પ્રાઈસ 384-385 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ અંતર્ગત 95 કરોડ નવા શેર બહાર પાડવામાં આવશે. તેન માટે શેરની ઈશ્યુ પ્રાઈસ 384-385 રૂપિયા નક્કી કરવામાં આવી છે. એક લોટ 38 શેરનો છે. રિટેલ રોકાણકાર અધિકતમ 13 લોટ માટે અરજી કરી શકશે. આ IPO 28 જાન્યુઆરી, ગુરુવારે બંધ થશે.

એક્સચેન્જ ડેટા મુજબ 22 જાન્યુઆરીએ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII) એ 635.69 કરોડ રૂપિયા અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII) એ 1,290 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. FIIએ 1-22 જાન્યુઆરી દરમિયાન 24,469 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે.

કોરોનાના વધતા મામલાઓ અને વેક્સિનના સપ્લાઈમાં મોડું થવાની ચિંતાથી એશિયાઈ બજારોમાં રોકાણકારો ચિંતિત છે. આ કારણે શરૂઆતી કારોબારમાં મોટાભાગના ઈન્ડેક્સ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યાં હતા. જે હાલ વધેલા છે. 25 જાન્યુઆરીએ જાપાનને નિક્કેઈ ઈન્ડેક્સ 0.42 ટકા, હોન્ગકોન્ગનો હેંગસેંગ ઈન્ડેક્સ 1.62 ટકા અને ચીનને શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 0.49 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. આ જ રીતે કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 1.69 ટકા અને ઓસ્ટ્રેલિયાઈ શેરબજારમાં તેજી છે. શુક્રવારે અમેરિકાના બજારમાં IBM અને ઈન્ટેલ જેવી મોટી ટેક કંપનીઓમાં વેચવાલીના કારણે બજારના પ્રમુખ ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.