લોકડાઉનના ડરે સેન્સેક્સ 1300 અને નિફ્ટી 423 પોઇન્ટ ડાઉન, RBL બેંકના શેરમાં 10% ઘટાડો

Business
Business

સોમવારે કારોબારના પહેલા દિવસે શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 634.67 પોઇન્ટ અને નિફ્ટી 190.2 પોઇન્ટ ઘટીને ખુલ્યુ. જો કે, ટ્રેડિંગની પહેલી જ મિનિટમાં સેન્સેક્સમાં 1000 પોઇન્ટ અને નિફ્ટી 350 પોઇન્ટથી વધુ નીચે ગયો હતો. RBL, IOB, પંજાબ સિંધ બેંકના શેરોમાં લગભગ 10% નો ઘટાડો છે.

આ પહેલ શુક્રવારે સેન્સેક્સ 154 પોઇન્ટના ઘટાડા સાથે 49,591 ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે, નિફ્ટી પણ 39 પોઇન્ટ તૂટીને 14,834ની સપાટીએ બંધ રહ્યો હતો. બજારમાં મોટાભાગના બેંકિંગ અને મેટલ સેક્ટરના શેરોમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો.

શુક્રવારે અમેરિકન માર્કેટમાં તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ 0.89% વધીને 297.03 પોઇન્ટ ઉપર 33,800.60 પર બંધ રહ્યો હતો. નેસ્ડેક 0.51%ના વધારા સાથે 70.88 પોઇન્ટ ઉપર 13,900.20 પર બંધ થયો હતો. S&P 500 ઇન્ડેક્સ પણ 31.63 અંક વધીને 4,128.80 પર બંધ રહ્યો. એ જ રીતે ફ્રાન્સ અને જર્મનીના બજારોમાં પણ વધારો રહ્યો.

NSEના પ્રોવિઝનલ ડેટા મુજબ, 9 એપ્રિલે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ 653.51 કરોડ રૂપિયા અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ 271.26 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.