સેન્સેકસ 59,000ની નજીક,500 પોઇન્ટનો ઉછાળો આવ્યો

Business
Business

મુંબઇ શેરબજારમાં તેજીનો દૌર આગળ ધપતો રહ્યો હોય તેમ આજે સેન્સેકસમાં વધુ 500 પોઇન્ટના ઉછાળા સાથે 59,000ની નજીક પહોંચી ગયો હતો. આમ વિશ્વ બજારના પ્રોત્સાહક અહેવાલો વિદેશી નાણા સંસ્થાઓની એકધારી લેવાલી,વ્યાજદરમાં વધારો અપેક્ષીત હોવાની રાહત તથા અમુક અંશે મોંઘવારી પણ નીચે આવી રહ્યાના સંકેતોની સારી અસર રહી હતી.જેમાં રીટેલ ઇન્વેસ્ટરો પણ લેવાલ બની રહ્યા હતા. શેરબજારમાં આજે બેન્ક સહિતના ક્ષેત્રોના શેરો ઉંચકાયા હતા.કોલ ઇન્ડીયા,મહિન્દ્ર,બજાજ ફિન્સ સર્વિસ,એચડીએફસી બેંક,કોટક બેંક,લાર્સન,મારૂતિ,રિલાયન્સ, ટીસીએસ,ટાઇટન વગેરે ઉંચકાયા હતા.ભારત પેટ્રોલીયમ,નેસલે,અદાણી પોર્ટ,બ્રિટાનીયા વગેરેમાં ઘટાડો હતો.આમ મુંબઇ શેરબજારનો સેન્સેકસ 505 પોઇન્ટના ઉછાળાથી 58,893 હતો,જે ઉંચામાં 58,934 તથા નીચામાં 58,266 રહ્યો હતો.જ્યારે નિફટી 138 પોઇન્ટ ઉંચકાઇને 17,536 હતો જે ઉંચામાં 17,548 તથા નીચામાં 17,359 રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.