સેન્સેકસ 61000ને પાર થયું,શેરબજારમા તેજીથી 350 પોઈન્ટનો ઉછાળો આવ્યો

Business
Business 23

શેરબજારમાં રેકોર્ડબ્રેક અને અભૂતપૂર્વ તેજી આગળ ધપતી રહી હોય તેમ આજે વધુ એક વખત નવો ઈતિહાસ રચાયો હતો. જેમાં સેન્સેકસ પ્રથમ વખત 61,000ની સપાટીને પાર કરી ગયો હતો. આમ આજે વિશ્વ બજારોની તેજી નાણા સંસ્થાઓની ધુમ લેવાલી,આર્થિક ઉદારીકરણના નવા પગલા જાહેર થવાના સંકેતો,વિજસંકટમાંથી રાહત મળી જવાના દાવા જેવા કારણો તેજીને વેગ આપી રહ્યા છે. શેરબજારમાં બેંક,એનબીએફસી,આઈટી સહિતના ક્ષેત્રોના શેરો લાઈટમાં હતા. જ્યારે આઈઆરસીટીસીનો ભાવ 400 રૂપિયાથી વધુ ઉંચકાયો હતો. બજાજ ઓટો,બજાજ ફીન,ડો.રેડ્ડી,એચડીએફસી બેંક,ઈન્ફોસીસ,લાર્સન,નેસ્લે, રીલાયન્સ,સ્ટેટ બેંક,વીપ્રો,અદાણી પોર્ટ વગેરેમાં ઉછાળો હતો. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ ઈતિહાસમાં પ્રથમ વખત 61,000ને પાર કરી ગયો હતો જે 350 પોઈન્ટના ઉછાળાથી 61,087 સાંપડયો હતો. ઉંચામાં 61,159 તથા નીચામાં 61,018 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 115 પોઈન્ટના ઉછાળાથી 18,277 હતો તે ઉંચામાં 18,294 તથા નીચામાં 18,254 હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.