રિલાયન્સ-ફ્યૂચર ગ્રુપની ૨૪,૭૧૩ કરોડની ડીલ પર સેબીએ મારી મહોર

Business
Business

મુંબઇ,
માર્કેટ રેગ્યૂલેટરી સેબીએ કિશોરી બિયાણીના ફ્યૂચર ગ્રુપ અને રિલાયન્સ રિટેલની ડીલને મંજૂરી આપી દીધી છે. સેબીએ ૨૦ જાન્યુઆરીએ એક પત્ર જાહેર કરીને પોતાની સહમતિ દર્શાવી છે. રિલાયન્સ રિટેલ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું રિટેલ એકમ છે.
ઓગસ્ટ ૨૦૨૦માં કિશોરી બિયાણીએ રિલાયન્સ રિટેલની સાથે ૨૪,૭૧૩ કરોડ રૂપિયાની ડીલ કરી હતી. આ ડીલ મુજબ ફ્યૂચર ગ્રુપ પોતાની રિટેલ, હોલસેલ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસ બિઝનેસ રિલાયન્સ રિટેલ વેન્ચર લિમિટેડને વેચશે.
સેબીએ આ ડીલ પર સહમતિ તો દર્શાવી છે પરંતુ સાથોસાથ કમ્પોઝિટ સ્કીમ ઓફ અરેજમેન્ટની શરતો પૂરી કરવા માટે કહ્યું છે. માર્કેટ રેગ્યૂલેટરે અમેઝોનની ફરિયાદોની પણ નોંધ લીધી છે.
સેબીએ કહ્યું કે, કંપનીને એ પાકું કરવાનું રહેશે કે ડીલ હેઠળ જે કંપનીની ટ્રાન્સફર થનારી ઇક્વિટી લૉકઇનનો હિસ્સો છે તો તે ડીલ બાદ પણ લૉકઇનમાં રહેશે. સેબીની મંજૂરી મળ્યા બાદ બોમ્બે સ્ટોફ એક્સચેન્જએ પણ આ સોદા પર પોતાની મહોર લગાવી દીધી છે. બીએસઇએ એવું પણ કહ્યું છે કે ફ્યૂચર-રિલાયન્સ ગ્રુપના આ સોદા પર સેબીની મંજૂરી કોર્ટમાં પેન્ડિંગ કેસના પરિણામ પર ર્નિભર કરશે.
ઓગસ્ટ ૨૦૨૦માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબ્સિડિયરી કંપનીએ ઘોષણા કરી હતી કે તેઓ ફ્યૂચર ગ્રુપના રિટેલ અને હોલસેલ બિઝનેસ ઉપરાંત લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ બિઝનેસને ૨૪,૭૧૩ કરોડમાં ખરીદશે. આ ડીલને મંજૂરી આપતા સેબીએ રિલાયન્સને ર્ઝ્રદ્બॅર્જૈંી જીષ્ઠરીદ્બી ર્ક છિટ્ઠિહખ્તીદ્બીહં અનુસાર અનેક શરતો પણ મૂકી છે, જે મુજબ પોતાની સંપત્તિઓને વેચનારી કંપનીને સેબીમાં કંપની કે પછી તેના પ્રમોટર્સની વિરુદ્ધ કોઈ પણ પેન્ડિંગ કાર્યવાહી નેશનલ કંપની ટ્રિબ્યૂનલની સામે સ્કીમ ડોક્યૂમેન્ટ ફાઇલ કરતી વખતે દર્શાવવી પડશે. બીજી તરફ, અમેઝોન તરફથી કરવામાં આવેલી ફરિયાદો અને સુનાવણીઓ વિેશ પણ તેના શેરહોલ્ડર્સની સામે રજૂ કરવાના રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.