પ્રથમવાર સીઝનમાં મગફળીનો ભાવ રૂા.1500ને પાર થયો

Business
Business

મોંઘવારી અને ફુગાવામાં ઘટાડો સુચવતા સરકારી આંકડા છતાં ખાદ્યચીજોમાં કોઈ રાહત મળતી ન હોય તેમ એક પછી એક ચીજોનાં ભાવ ઉંચકાતા રહ્યા છે.જેમાં ચાલુ સીઝનમાં મગફળીનો ભાવ પ્રથમવાર 1500ને વટાવી ગયો છે.જેને પગલે આવતા દિવસોમાં સીંગતેલ પણ ઉંચકાવાની ભીતિ સેવાઇ રહી છે.જેમાં રાજકોટ માર્કેટયાર્ડમાં 9000 ગુણી મગફળીની આવક થઈ હતી.જેમાં જાડી મગફળીના રૂા.1160 થી 1535 જ્યારે જીણી મગફળીના 1140 થી 1348 ભાવ રહ્યા હતા.આમ મગફળીમાં ડીમાંડ સારી છે સામે વેચવાલી ઓછી છે.આમ ત્રણેક મહિના પહેલા ભર સીઝન વખતે રાજકોટ નહી ગોંડલ સહીતના માર્કેટયાર્ડોમાં મગફળીના ઢગલા થતા હતા.જેમાં માલનો નિકાલ થતો ન હતો અને એટલે વારંવાર 5-10 દિવસ માટે આવકો બંધ કરવી પડી હતી.જેમાં છેલ્લા એકાદ પખવાડીયાથી સ્થિતિ બદલાઈ ગઈ છે.જેમાં આવકો સાવ ઓછી થઈ ગઈ હોવાના કારણોસર યાર્ડમાં રોજેરોજ માલ ઠાલવવાની છુટ આપી દેવામાં આવી છે.જેમાં દરરોજ માલનો નિકાલ પણ થઈ રહ્યો છે.આમ એક અઠવાડીયા પૂર્વે રાજકોટ યાર્ડમાં મગફળીના ભાવ હરાજીમાં રૂ.1115 થી 1370 રહ્યા હતા જે વધીને રૂ.1140 થી 1535 થયા હતા.આ અગાઉ બિયારણ માટે સુપર કવોલીટીની મગફળીનાં ભાવ રૂ.1600 થી 1900 સુધી થયા હતા.મોંઘવારીનાં વર્તમાન યુગમાં જુવાર-બાજરાનો રોટલો પણ મોંઘો થયો છે.જેમાં સામાન્ય રીતે ઘઉં કરતા જુવારના ભાવ સસ્તા હોય છે.પરંતુ આ વર્ષે ચિત્ર ઉંધુ જોવા મળી રહ્યું છે.આ સિવાય યાર્ડમાં ઘઉંના ભાવ રૂ.505 થી 604 હતા.જયારે જુવારનાં ભાવ રૂ.650 થી 1100 રહ્યા હતા.આમ ચાલુ વર્ષે ઘઉંમા તેજી થઈ છે અને હોલસેલમાં કવીન્ટલનાં રૂ.3000 થી 3500 બોલાઈ રહ્યા છે.જયારે જુવારનાં રૂ.5000 થી 5500 બોલાઇ રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.