ગુજરાત સહિત રાજ્યોમાં કરશે વેચાણની શરૂઆત

Business
Business

નવી દિલ્હી, અત્યાર સુધી તમે નજીકની કરિયાણાની દુકાનમાં વિવિધ બ્રાન્ડના લોટના પેકેટ વેચાતા જોયા હશે. પરંતુ દેશમાં પહેલીવાર બ્રાન્ડેડ ઘઉં પણ બજારમાં ઉપલબ્ધ થવા જઈ રહ્યા છે, તે પણ વિવિધ વેરાયટીના. અદાણી ગ્રુપની એફએમસીજી કંપની અદાણી વિલ્મર બ્રાન્ડેડ ઘઉંના સેગમેન્ટમાં પ્રવેશ કરવા જઈ રહી છે. કંપનીએ જાહેરાત કરી છે કે તે હવે ફોર્ચ્યુન બ્રાન્ડના નામથી બજારમાં ઘઉંનું વેચાણ કરશે. જાહેરાત કરતાં અદાણી વિલ્મરે જણાવ્યું હતું કે કંપની ફોર્ચ્યુન બ્રાન્ડના નામથી ઘઉંની વિવિધ જાતોનું વેચાણ કરશે. ઘઉંની જાતોમાં શરબતી, પૂર્ણા ૧૫૪૪, લોકવન અને એપી ગ્રેડ ૧નો સમાવેશ થશે.

જે શરૂઆતમાં દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં વેચવામાં આવશે. કંપનીનો દાવો છે કે અદાણી વિલ્મર દેશની એકમાત્ર રાષ્ટ્રીય સ્તરની કંપની હશે જે આખા ઘઉંના વેચાણની શ્રેણીમાં પ્રવેશ કરશે. આ પ્રોડક્ટના લોંચ પર બોલતા, વિનિત વિશ્વમ્ભરન, એસોસિયેટ વાઈસ પ્રેસિડેન્ટ, માર્કેટિંગ એન્ડ સેલ્સ, અદાણી વિલ્મરએ જણાવ્યું હતું કે, “પરંપરાગતટ્વ પરિવારો દેશના પશ્ચિમ અને પૂર્વી રાજ્યોમાં પડોશની લોટ મિલમાંથી તેમની મનપસંદ ઘઉંની જાતો પસંદ કરવામાં ખૂબ જ પસંદગીયુક્ત હોય છે.

પરંતુ ફોર્ચ્યુન ઘઉંની વિવિધ જાતો તેમને વિકલ્પો આપશે. તેમણે કહ્યું કે હાલમાં બજારમાં ભેળસેળ વગરની સારી ગુણવત્તાના ઘઉંની ખૂબ જ જરૂરિયાત છે અને અદાણી વિલ્મર દેશભરના ગ્રાહકોને સારી ગુણવત્તાવાળા ઘઉં પ્રદાન કરશે. અદાણી વિલ્મરે ફોર્ચ્યુન બ્રાન્ડના નામથી ઘઉંના લોન્ચ વિશેની માહિતી સ્ટોક એક્સચેન્જો સાથે રેગ્યુલેટરી ફાઇલિંગમાં શેર કરી હતી.

જે બાદ શેરમાં ઘટાડો થયો હતો. સપ્તાહનો અંતિમ કારોબારી દિવસ ભારતીય શેરબજાર માટે શાનદાર રહ્યો. વૈશ્વિક બજારોમાંથી મળેલા સમર્થનના આધારે સ્થાનિક બજારે મજબૂતીથી કારોબારની શરૂઆત કરી હતી અને દિવસભર આ ટ્રેન્ડ જળવાઈ રહ્યો. આજે સેન્સેક્સમાં આવેલા ઉછાળાથી રોકાણકારોની સંપત્તિ વધીને ૨૮૨.૬૧ લાખ કરોડ પર પહોંચી છે, જે ગુરુવારે ૨૮૦.૪૬ લાખ કરોડ હતી. રોકાણકારોની ખરીદીના કારણે બજારમાં તમામ સેક્ટર્સના સ્ટોકમાં જોરદાર તેજી જોવા મળી.

એફએમસીજી અને આઈટી સેક્ટર સ્ટાર રહ્યા. સેન્સેક્સ ફરી ૬૨ હજારને પાર થવામાં સફળ રહ્યો. રોકાણકારોની ખરીદીના કારણે આજે શેરબજારમાં તેજી આવી હતી. કારોબારી દિવસના અંતે સેન્સેક્સ ૬૨૯.૦૭ પોઇન્ટ વધીને ૬૨૫૦૧.૬૯ પોઇન્ટ પર અને નિફ્ટી ૧૭૮.૨ પોઇન્ટ વધીને ૧૮૪૯૯.૨ પોઇન્ટ પર બંધ રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.