રૂ. 840 કરોડના બિનાન્સ કોઈનની ચોરી, ક્રિપ્ટો માર્કેટમાં વધુ એક છેતરપિંડી

Business
Business

ક્રિપ્ટો કરન્સીનો દિવસ ને દિવસે વ્યાપ અને કદ વધવાની સાથે તેમાં છેતરપિંડીની ઘટનાઓ પણ વધી રહી છે. ક્રિપ્ટો માર્કેટને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. વધુ એક ઘટના પ્રકારમાં આવી છે જેમાં લગભગ ૧૦૦ મિલિયન ડોલરના મૂલ્યની ક્રિપ્ટો કરન્સીની ચોરી થઈ છે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ હેકર્સે લગભગ ૧૦૦ મિલિયન ડોલર એટલેકે રૂ. ૮૨૩.૫૭ કરોડના બિનાન્સ કોઈનની ચોરી કરી છે. હેકર્સે બ્લોકચેઈન અને બિનાન્સને જોડતા બ્રિજને ટાર્ગેટ કર્યો છે અને ૧૦૦ મિલિયન ડોલરના મૂલ્યના બિનાન્સ કોઈનની ચોરી કરી છે.
વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ બિનાન્સના સહ-સ્થાપક ચેંગપેંગ સીઝેડ ઝાઓએ ૭ ઓક્ટોબરના રોજ ટ્વિટ કરી આ હેકની માહિતી આપી હતી.
બિનાન્સની બ્લોકચેન બીએનબી ચેઇનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર હેકમાં ૧૦૦ મિલિયન ડોલરથી ૧૧૦ મિલિયન ડોલરના મૂલ્યના ડિજિટલ ટોકન્સ સામેલ છે. આ ઉપરાંત બીએસસી ટોકન હબ, બ્લોકચેન અને ક્રિપ્ટો એક્સચેન્જ વચ્ચેનો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે.
આ વર્ષ ૨૦૨૨ ક્રિપ્ટો માર્કેટ માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં હેકિંગને કારણે લગભગ ૨૦૦ કરોડ ડોલર એટલે કે રૂ. ૧૬૪૭૨ કરોડના મૂલ્યના ક્રિપ્ટો ખોવાઈ ગયા છે. આ મોટાભાગની ઘટનાઓ પાછળ ઉત્તર કોરિયાના કેટલાક લોકોનો હાથ હોવાનો દાવો કરવામાં આવે છે.
હેકર્સ દ્વારા સૌથી સામાન્ય રીતે નિશાન બનાવવામાં આવે છે તે ક્રોસ-ચેન બ્રિજ છે જેનો ઉપયોગ ટોકન્સને એક બ્લોકચેનથી બીજા બ્લોકચેન પર ટ્રાન્સફર કરવા માટે થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.