મે માસમાં ઓટોના રિટેલ વેચાણમાં દસ ટકાનો વધારો થયો
વર્તમાન નાણાકીય વર્ષના પ્રારંભિક મહિના મંદ રહ્યા બાદ ઓટો રિટેલ વેચાણમાં મેમાં વધારો જોવા મળ્યો છે.પરંતુ સમાપ્ત થતાં મે માસમાં દેશનું ઓટો રિટેલ વેચાણ 10 ટકા વધી ગયું હતું,ત્યારે ઓટો વેચાણમાં સૌથી વધુ વેચાણ વૃદ્ધિ થ્રી વ્હીલર્સમાં જોવા મળી છે.થ્રી વ્હીલર્સના વેચાણમાં વાર્ષિક ધોરણે 79 ટકાનો વધારો થયો છે.આ સિવાય ટુ વ્હીલર,ઊતારૂ વાહનો,ટ્રેકટર્સ તથા કોમર્સિઅલ વાહનના વેચાણમાં અનુક્રમે 9,4 અને 10 ટકા તથા 7 ટકાનો વધારો જોવા મળ્યો છે.આમ વાહનોના કુલ રિટેલ વેચાણમાં વીજ સંચાલિત વાહનોનો હિસ્સો ગયા મહિને 8 ટકા રહ્યો હતો.જ્યારે થ્રી વ્હીલર્સનો હિસ્સો 56 ટકા જ્યારે ઈ- ટુ વ્હીલર્સનો હિસ્સો 7 ટકા રહ્યો છે.