રિલાયન્સ રિટેલે રૂ. 30,000 કરોડનું રોકાણ કર્યુ

Business
Business

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપના નેજા હેઠળ રિલાયન્સ રિટેલ કંપનીએ નાણાંકીય વર્ષ 2022માં રૂ.30,000 કરોડનું મૂડીરોકાણ કર્યુ છે તેમજ વર્ષ દરમિયાન 2500 નવા સ્ટોર અને 1.11 કરોડ ચોરસ ફૂડ વેરહાઉસિંગ સ્પેસનો ઉમેર્યો કર્યો છે.આમ દેશના સૌથી મોટા રિટેલરે તેના રિટેલ બિઝનેસમાં ઓર્ગેનિક ગ્રોથ,એક્વિઝિશન અને વ્યૂહાત્મક ભાગીદારીમાં રોકાણ કર્યું છે.જેમાં ગત નાણાંકીય વર્ષે કંપનીએ જસ્ટ ડાયલમાં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો,ભારતમાં 7-ઇલેવન કન્વિનેન્સી સ્ટોરની શરૂઆત અને ઝડપી વિસ્તરણ માટે 7-ઇલેવન ઇન્ક સાથે માસ્ટર ફ્રેન્ચાઇઝી કરાર કર્યો,ડેઇલી માઇક્રો ડિલિવરી પ્લેટફોર્મ મિલ્કબાસ્કેટ હસ્તગત કરી હતી.આ ઉપરાંત રિતુ કુમાર અને મનીષ મલ્હોત્રા સહિત ભારતીય ડિઝાઇનરની બ્રાન્ડ્સમાં હિસ્સો ખરીદ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.