RBIએ મેહુલ ચોક્સી સહિત ૫૦ નાદારોના ૬૮૦૦૦ કરોડ રૂપિયા માંડી વાળ્યાં

Business
Business

મુંબઈ :  રિઝર્વ બેન્ક (આરબીઆઇ) એ ‌ (રાઇટ ટુ ઇન્ફોર્મેશન)માં સ્વીકાર્યું કે તેઓ ભાગેડુ મેહુલ ચોક્સી સહિત ૫૦ જેટલા વિલફુલ ડિફોલ્ટરોની રૂ.૬૮૬૦૭ કોરડની લોનની રકમ જતી કરવામાં આવી છે. આ યાદીમાં ટોચનું સ્થાન આઇટી, પાવર, સોના-ડાયમંડ જ્વેલરી, ફાર્મા સહિત અન્ય અર્થવ્યવસ્થાના અલગ-અલગ સેક્ટર સાથે જોડાયેલા છે. આરટીઆઇમાં દેશના ટોચના ૫૦ વિલફુલ ડિફોલ્ટર્સ પર દેવાની ૧૬ ફેબ્રુઆરી સુધીની સ્થિતિની જાણકારી મળી છે. સંસદમાં નાણામંત્રીએ જાણકારી આપવા મુદ્દે કર્યો હતો ઇન્કાર. આરટીઆઇ એટલા માટે રજૂ કરી કેમકે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે તેઓએ ગત સંસદ સત્રમાં નાણામંત્રી નિર્મલા સિતારમણ અને નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે આ બાબતમાં જાણકારી ઉપલબ્ઘ કરાવી ન હતી. આરટીઆઇનો જવાબ આપી આરબીઆઇએ કેન્દ્રિય જનસૂચના અધિકારી અભય કુમારે જવાબો પુરા પાડ્યા હતા.

ચોક્સીની કૌભાંડી કંપની ગીતાંજલી જેમ્સ પર ૫૪૯૨ કરોડનું દેવું
જે રકમ ખાતામાં નાખવામાં આવી છે તેમાં ટોચ પર નીરવ મોદી અને મેહૂલ ચોક્સીની કૌભાંડી કંપની ગીતાંજલી જેમ્સ લિમિટેડ છે. તેમના પર ચોક્સીએ ૫૪૯૨ કરોડની લોન લીધી હતી. તેની સાથે અન્ય એક કંપની ગિલી ઇન્ડિયા લિમિટેડ પર ૧૪૪૭ કરોડ રૂપિયા અને નક્ષત્ર બ્રાન્ડ લિમિટેડે ૧૧૦૯ કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ ઉપરાંત અન્ય એક યાદીમાં આરઇઆઇ એગ્રો લિમિટેડે ૪૩૧૪ કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.

૧૮ કંપનીઓ પર ૧૦૦૦ કરોડથી વધુ, જ્યારે ૨૫ કંપનીઓ પર આનાથી ઓછું દેવુ
૧૮ કંપનીઓ એવી છે જેના પર એક હજાર કરોડથી વધુનું દેવું છે. હરીશ આર મહેતાની અહમદાવાદ સ્થિત ફોરએવર પ્રેશિયસ જ્વેલરી એન્ડ ડાયમંડ્સ પ્રાઇવેટ લિમિટેડ ૧૯૬૨ કરોડ રૂપિયા અને ફરાર વિજય માલ્યાની નિશ્ક્રિય કિંગફિશર એરલાઇન્સ ૧૯૪૩ કરોડ રૂપિયાનું દેવું છે આવા અન્ય કેટલાક નામ પણ સામેલ છે. આ ઉપરાંત અન્ય ૨૫ કંપનીઓ એવી છે જેના પર ૬૦૫ કરોડ રૂપિયાથી લઇ ૯૮૪ કરોડ રૂપિયા સુધીનું દેવું બાકી છે.

યાદીમાં અમદાવાદની ફોરએવર પ્રેસિયસ જ્વેલરીનું નામ પણ શામેલ
ગોખલેની  જવાબમાં રિઝર્વ બેન્કે જે યાદી આપી છે તેમાં હરીશ આર. મહેતાની અમદાવાદ સ્થિત ફોરએવર પ્રેસિયસ જ્વેલરી એન્ડ ડાયમંડ પ્રાઈવેટ લિમિટેડની નામ પણ છે જેના ઉપર બેન્કોના રૂ. ૧૯૬૨ કરોડ બાકી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.