ગોલ્ડન લહેંગામાં મુકેશ અંબાણીનો હાથ પકડી રાધિકા પહોંચી મંડપમાં

Business
Business

નવી દિલ્હી,  છેલ્લાં ઘણાં સમયથી જેની સૌથી વધારે ચર્ચા જોવા મળે છે તે છે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની કચ્છના બિઝનેસમેન વિરેન મર્ચન્ટની નાની દીકરી રાધિકા મર્ચન્ટ સાથેની સગાઇ. ડિસેમ્બરમાં રાજસ્થાનના નાથદ્વારા મંદિરમાં સગાઇ બાદ ગુરૂવારે એન્ટિલામાં રાધિકા અને અનંતની ગોળધાણા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી હિન્દુ પરિવારમાં આ રિવાજ પ્રાચીન સમયથી ચાલતો આવે છે. આ પ્રસંગે અંબાણી પરિવારના સભ્યોએ એક સરપ્રાઇઝ ડાન્સ પર્ફોમન્સ પણ આપ્યું હતું, જેને નીતા અંબાણીએ લીડ કર્યુ હતું.

આ સેરેમની દરમિયાન મુકેશ અંબાણીના નાના ભાઇ અનિલ અંબાણી અને ટીના અંબાણી પણ પહોંચ્યા હતા. ઉપરાંત અનેક સ્પોર્ટ્સ અને બોલિવૂડ સ્ટાર્સે પણ આ એન્ગેજમેન્ટ પાર્ટીમાં હાજરી આપી હતી. રાધિકાએ ગુરૂવારે એન્ટિલામાં ગોળધાણા અને ચુંદડી વિધિની સેરેમની માટે તેના ભાવિ સસરા મુકેશ અંબાણી અને પતિ અનંત અંબાણીનો હાથ પકડીને મંડપમાં આવી હતી. આ તસવીરને પણ લોકો શૅર કરી રહ્યા છે. લોકોએ રાધિકાના આ વલણના વખાણ પણ કર્યા હતા. રાધિકા અને અનંત અંબાણીએ ગોળધાણાની વિધિ દરમિયાન ટ્રેડિશન આઉટફિટ્સ પહેર્યા હતા. જેમાં રાધિકા મર્ચન્ટે અબુ જાની-સંદિપ ખોસલાએ ડિઝાઇન કરેલા ગોલ્ડન લહેંગામાં એન્ટ્રી કરી હતી. આ લહેંગામાં ઇન્ટ્રિકેટ એમ્બ્રોયડરી અને સિક્વન્સ વર્ક કરવામાં આવ્યું છે.

લહેંગા સાથે રાધિકાએ દુપટ્ટા અને પાતળો બેલ્ટ એડ કર્યો હતો. રાધિકાએ એન્ગેજમેન્ટ સેરેમની દરમિયાન ગોલ્ડન લહેંગા સાથે ડાયમંડ નેકલેસ, મેચિંગ ઇયરિંગ્સ, બેંગલ્સ અને માંગટિકા પણ પહેર્યા હતા. જ્યારે તેણે મેકઅપને ન્યૂટ્રલ રાખીને વાળને હાફ પિન અપ કરીને ડાયમંડ એમ્બેલિશમેન્ટથી સજાવ્યા હતા. અનંત અંબાણીએ રાધિકાના લૂક સાથે મેચ કરતો નેવી બ્લૂ કૂર્તા પહેર્યો હતો જેને સરખા કલરમાં નહેરૂ જેકેટથી ટીમ અપ કર્યો છે. આ પ્રસંગે ઇશા અંબાણીએ જે તસવીરો શેર કરી છે તેમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ખૂબ જ ખુશ લાગી રહ્યા છે. આ પ્રસંગે નીતા અંબાણીએ સ્પેશિયલ ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.