
તુવેર સહિતની દાળો પર ટેકાના ભાવે ખરીદીની મર્યાદા દૂર કરાઇ
દેશમાં દાળની તંગી નિવારવા માટે એકતરફ આયાતી દાળ મંગાવાઈ રહી છે,જ્યારે બીજીતરફ ખેડુતોને ઘરઆંગણે દાળના ઉત્પાદન માટે પ્રોત્સાહન મળી રહે તે હેતુથી દાળની ટેકાના ભાવે ખરીદીમાં મર્યાદા 40 ટકાની હતી,જે મર્યાદા દૂર કરવામાં આવી છે ત્યારે કેન્દ્ર અને રાજયો શકય તેટલી વધુ દાળ ખરીદશે.ટેકાના ભાવની 2023-24ની યોજના હેઠળ તુવેર,અડદ અને મસુર દાળ પર ખરીદીની મર્યાદા દૂર કરવામાં આવી છે અને કેન્દ્ર સરકાર જેટલી ઉપલબ્ધ હશે અને ખેડુતો વેચવા તૈયાર હશે તે તમામ દાળો ખરીદી લેશે અને ખેડુતોને તે રીતે તેના ઉત્પાદનો વેચવાની જે ચિંતા હતી તે દૂર કરવામાં આવશે.કેન્દ્ર સરકારે દાળના ભાવને વધતા અટકાવવા તુવેર અને અડદદાળ પર સ્ટોક લીમીટ લાદી છે અને આયાતકારોને આગામી 30 દિવસમાં તેનો આયાતી જથ્થો બજારમાં વેચવાનું ફરજીયાત કર્યુ છે.